તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:350 ગ્રામ ગાંજા સાથે મેંદરડાનો શખ્સ પકડાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વૈદે મગાવ્યા બાદ ગાંજો નહિ લેતા રાજકોટ પરત આપવા આવ્યાનું રટણ

શહેરમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. સંતકબીર રોડ, ભગીરથ સોસાયટીમાં એક શંકાસ્પદ શખ્સ ઊભો હોવાની પેટ્રોલિંગમાં રહેલી એસઓજીને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઇ એમ.એસ.અંસારી સહિતનો સ્ટાફ ભગીરથ સોસાયટી દોડી ગયો હતો. જ્યાંથી એક શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા તે મેંદરડા ગામનો હિતેશ મનસુખલાલ વઘાસિયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે રહેલી થેલીની તલાશી લેતા અંદરથી રૂ.3500ના કિંમતનો 350 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં તે કોઇ વૈદ માટે થોડા દિવસ પહેલા રાજકોટથી ગાંજો લઇ ગયો હોવાનું પરંતુ વૈદે ગાંજો નહિ લેતા તે ગાંજો પરત કરવા રાજકોટ આવ્યો હોવાનું રટણ રટ્યું છે. જોકે,આ ગાંજો કોની પાસેથી લીધો હતો.તેમજ ક્યા વૈદે ગાંજો મગાવ્યો હતો તે અંગેની વિગતો હિતેશે જણાવી નથી.

એસઓજીએ ગાંજાના જથ્થા સાથે હિતેશને બી ડિવિઝન પોલીસ હવાલે કર્યો છે. બી ડિવિઝન પોલીસમથકના પીઆઇ એમ.બી.ઔસુરાએ હિતેશની ધરપકડ કરવા તેમજ વધુ વિગતો બહાર લાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...