રેસ્ક્યુના LIVE દ્રશ્યો:ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટીંગ, 5 ઇંચ વરસાદમાં અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યા, ગાયો અને કાર ફસાઈ, યુવાનોએ બહાર કાઢી

ગોંડલ4 મહિનો પહેલા
અંડરબ્રિજ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત થઈ ગયો
  • કેડ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા

સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. છેલ્લા 2-3 દિવસ સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગોંડલમાં આજે બપોરથી મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરી દીધી હતી. છેલ્લા 4 કલાકમાં ગોંડલમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. જેને પગલે ગોંડલના ઉમવાળા બ્રિજમાં કેડ સમા પાણી ભરાયા હતા. જેને પગલે અંડરબ્રિજ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત થઈ ગયો હતો. અને તેમાં ગાયો અને કાર ફસાઈ જતા આસપાસના યુવાનો તેને રેસ્ક્યુ કરી હતી.

અંડરબ્રિજ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત થઈ ગયો
અંડરબ્રિજ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત થઈ ગયો
ધોધમાર વરસાદ પડતા બાળકો ખુશખશાલ થયા
ધોધમાર વરસાદ પડતા બાળકો ખુશખશાલ થયા

જામકંડોરણામાં પણ ધોધમાર વરસાદ
આ ઉપરાંત હાલ જામકંડોરણામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી પડી રહી છે. અને આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે. અને ધરતીપુત્રો પણ કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા હતા. અને સોમવારે સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને વરસાદી માહોલ જામ્યો હતો. શરૂઆતમાં ધીમીધારે મેઘરાજાની પધરામણી થઇ હતી બાદમાં મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરી હતી. અને ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયુ હતું.

રસ્તા પર નદીની જેમ પાણી વહ્યાં.
રસ્તા પર નદીની જેમ પાણી વહ્યાં.

રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં
રાજકોટ શહેરમાં હજુ ઘણા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. એ વિસ્તારના સ્થાનિકો હજી પણ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યાં છે. 3 દિવસની આગાહીના કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે. રાજકોટ જિલ્લામાં વાવણી બાદ વરસાદ ખેચાતા કપાસ, મગફળી, મગ, અડદ, મકાઈ સહિતના પાકો સુકાવા લાગ્યા છે. ત્યારે વરસાદની આગાહીને લઇને ખેડૂતોમાં પાક બચી જશે તેવી આશા જાગી છે.

ભારે વરસાદથી રસ્તા પાણી પાણી
ભારે વરસાદથી રસ્તા પાણી પાણી
અન્ય સમાચારો પણ છે...