• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Mega Rangoli Competition On City Racecourse Ring Road, Launched By Former CM, Vaccination And Rangoli Attractions Including Gandhiji

રાજકોટ રંગોળીમય:શહેરના રેસકોર્સ રિંગરોડ પર મેગા રંગોળી સ્પર્ધા, પૂર્વ CM વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ, QR કોડ દ્વારા લોકોને વોટિંગ કરવા અપીલ કરી

રાજકોટએક મહિનો પહેલા
રેસકોર્સ રિંગ રોડ પર મેગા રંગોળી સ્પર્ધામાં સ્પર્ધકોએ અવનવી રંગોળી દોરી.
  • પ્રથમ નંબરે આવનારને વ્યક્તિગત રંગોળીમાં 21 હજાર અને ગ્રુપ રંગોળીમાં 31 હજારનું ઇનામ
  • રંગોળી સ્પર્ધામાં જજ નહીં લોકો જ વોટ કરી ઓનલાઇન પરિણામ આપશે

રાજકોટમાં દિવાળી પર્વે મહાપાલિકાએ રેસકોર્ષ રિંગરોડ પર મેગા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ પૂર્વ CM વિજય રૂપાણીના હસ્તે આજે કરવામાં આવ્યો હતો. જેમાં વિજય રૂપાણીએ લોકો વોટિંગ કરવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ રંગોળી સ્પર્ધામાં રાજકોટવાસીઓને જે રંગોળી ગમે તેને વોટિંગ કરવાનું રહેશે. લોકો ક્યુઆર કોડ સ્કેન કરી અથવા રાજકોટ મહાનગરપાલિકાની એપમાં પસંદગીની રંગોળી સિલેક્ટ કરે અથવા વેબસાઈટ પર જઈને તેમાં પોતાને ગમતી રંગોળી પસંદ કરી શકશે. હાલ બે કિલોમીટરથી વધુ વિસ્તારમાં રંગોળી કરવામાં આવી રહી છે. આ રંગોળી સ્પર્ધામાં 400થી વધુ રાજકોટિયન્સે ભાગ લીધો છે. જેમાં દેશભક્તિ, કોરોના મહામારી, વેક્સિનેશન રેકોર્ડ, સરદાર પટેલ, મહાત્મા ગાંધીજી સહિતની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે.

ક્લિન ઇન્ડિયા અને ગાંધીજીની થીમ પર રંગોળી બનાવવામાં આવી.
ક્લિન ઇન્ડિયા અને ગાંધીજીની થીમ પર રંગોળી બનાવવામાં આવી.

સ્પર્ધામાં બે ભાગ પાડવામાં આવ્યા
રાજકોટ મનપા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વોકલ ફોર લોકલ અનુસંધાને આર્ટિસ્ટને પ્રોત્સાહીત કરવા રેસકોર્સ ખાતે મેગા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા આજથી 5 નવેમ્બર સુધી યોજાશે. જેમાં સ્પર્ધામાં બે ભાગ પાડવામાં આવ્યા છે. એક વ્યક્તિગત રંગોળી અને બીજી ગ્રુપ રંગોળી. વ્યક્તિગત રંગોળીમાં પ્રથમ નંબરને 21 હજાર અને ગ્રુપ રંગોળીમાં પ્રથમ નંબરને 31 હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે.

લોકો ક્યુઆર કોડ સ્કેન કરી રંગોળીને વોટ આપશે
આ રંગોળી સ્પર્ધા સામાન્ય રીતે યોજાતી રહેતી રંગોળી સ્પર્ધાથી કંઇક વિશેષ છે. કદાચ પ્રથમ વખત રાજકોટમાં આ નવો પ્રયોગ થવા જઈ રહ્યો છે. જેમાં દોરવામાં આવેલી રંગોળીઓમાંથી કઈ રંગોળી શ્રેષ્ઠ છે તે નક્કી કરવા માટે કોઈ નિષ્ણાંત કે જજને રોકવામાં આવશે નહી. શ્રેષ્ઠ રંગોળી લોકો જાતે જ નક્કી કરી શકશે. લોકોએ તેમને જે રંગોળી ગમે તેને વોટિંગ કરવાનું રહેશે. લોકો ક્યુઆર કોડ સ્કેન કરી અથવા રાજકોટ મહાનગરપાલિકાની એપમાં પસંદગીની રંગોળી સિલેક્ટ કરે અથવા વેબસાઈટ પર જઈને તેમાં પોતાને ગમતી રંગોળી પસંદ કરી શકશે.

આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રંગોળી.
આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રંગોળી.

આ રીતે વોટિંગ કરી શકાશે
મનપાની એપ્લિકેશન અથવા તો વેબસાઈટ પર આવતીકાલે સાંજથી ‘વોટ ફોર રંગોલી’ નું પોપઅપ આવશે. જેના પર ટેપ કરતા બે રીતે ક્યુઆર કોડ સ્કેન કરી અથવા તો સ્પર્ધકનો નંબર નાખીને વોટ આપી શકાશે. દરેક સ્પર્ધક માટે રેલિંગ અને બેરિકેડ પર લગાવવા માટે ક્યુઆર કોડ બનાવાઈ રહ્યા છે. જો કોઇ વ્યક્તિ પાસે ક્યુઆર કોડ સ્કેન કરવાની બીજી કોઇ એપ છે તો તેના વડે કોડ સ્કેન કરતા મનપાની વેબસાઈટ ખૂલશે. જેમાં તેણે પોતાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ઓટીપીથી રજિસ્ટ્રેશન કર્યા બાદ મત ગણાશે. દરેક વ્યક્તિ વ્યક્તિગત અને ગ્રુપ એમ બે વિભાગમાં એક એક મત આપી શકશે. બે દિવસ સુધીનો સમય રંગોળી બનાવવા માટે અપાશે. બુધવારે સાંજે 4 વાગ્યા બાદથી સામાન્ય લોકો માટે પ્રદર્શન ખુલ્લું મુકાશે જે 5 તારીખ સુધી ચાલશે.

કોરોનાની થીમ પર રંગોળી બનાવવામાં આવી
કોરોનાની થીમ પર રંગોળી બનાવવામાં આવી

રંગોળી બનાવવા માટે ત્રણ થીમ આપવામાં આવી
1. આઝાદીનો અમૃત મહોત્સવ- મેરે સાપનો કા ભારત
2. સ્વચ્છ ભારત મિશન- એક જનઆંદોલન
3. વેક્સિનેશન મહાભિયાન- જન સમુદાયનું સુરક્ષા કવચ

સ્વચ્છ ભારતની થીમ પર રંગોળી.
સ્વચ્છ ભારતની થીમ પર રંગોળી.

અહીં ઓનલાઇન અને ઓફલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે
પ્રિ-રજિસ્ટ્રેશન માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ rmc.gov.in પર અથવા ફોન નંબર 0281-2220600 ઉપર અથવા રૂબરૂ સિવિક સેન્ટર ખાતે સંપર્ક કરી શકાશે. રજિસ્ટ્રેશન ફી માટે વ્યક્તિગત રજિસ્ટ્રેશન માટે રૂ.50 અને ગ્રુપનાં રજિસ્ટ્રેશન માટે રૂ.100 એન્ટ્રી ફી નક્કી કરવામાં આવી છે.

વિજેતા કૃતિઓ માટેનાં પુરસ્કાર

વ્યક્તિગત સ્પર્ધક કેટેગરીગ્રુપ સ્પર્ધક કેટેગરી
પ્રથમ ઇનામ-રૂ. 21,000પ્રથમ ઇનામ- રૂ.31,000
બીજું ઇનામ- રૂ.15,000બીજું ઇનામ- રૂ.25,000
ત્રીજું ઇનામ- રૂ.11,000ત્રીજું ઇનામ- રૂ.21,000
ચોથું ઇનામ- રૂ.5100ચોથું ઇનામ- રૂ.15,000
પાંચમું ઇનામ- રૂ.3100પાંચમું ઇનામ- રૂ.11,000
બે કિલોમીટરના એરિયામાં સ્પર્ધકોએ આબેહૂબ રંગોળી બનાવી.
બે કિલોમીટરના એરિયામાં સ્પર્ધકોએ આબેહૂબ રંગોળી બનાવી.

પ્રોત્સાહન પુરસ્કાર: રંગોળી સ્પર્ધામાં પ્રોત્સાહન પુરસ્કાર પણ આપવામાં આવશે. જેમાં વ્યક્તિગત કેટેગરીમાં 40 આર્ટિસ્ટને એક એક હજાર રૂપિયા અને ગ્રુપ કેટેગરીમાં કુલ 25 ગ્રુપને બબ્બે હજાર રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.

હેલ્પ ડેસ્ક: સ્પર્ધકોને મદદરૂપ થવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ પર જુદા જુદા સ્થળોએ આવશ્યકતા અનુસાર હેલ્પ ડેસ્ક પણ કાર્યરત્ત રહેશે.

કોફી ટેબલ બૂક: આ રંગોળી સ્પર્ધાનાં આયોજન બાદ એક સમગ્રલક્ષી અહેવાલ અને આકર્ષક રંગોળીની તસવીરો સાથેની એક કોફી ટેબલ બૂક બનાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં કલાકારોના પરિચય અને તેઓની કલા કૃતિઓ પ્રદર્શિત કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.

જય જવાન જય કિસાનની થીમ પર રંગોળી બનાવાઇ.
જય જવાન જય કિસાનની થીમ પર રંગોળી બનાવાઇ.

સ્પર્ધા માટેના સૂચિત ટાઈટલ
1. કલા અને સંસ્કૃતિના રંગ; "રંગીલા રાજકોટ"ને સંગ
2. રાજકોટના રંગ, કલાને સંગ
3. સિટી ઓફ કલર્સ એન્ડ આર્ટસ
4. કલર્સ ઓફ રંગીલું રાજકોટ
5. રંગોથી ચમકશે રંગીલું રાજકોટ
6. રાજકોટનાં વિવિધ રંગ; દીપાવલી અને નવા વર્ષને સંગ