• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Meeting With Pradesh Congress Spokesperson In Khodaldham, Naresh Patel Said Manhar Patel's Insistence To Enter Politics, Came To Give Warmth

કોંગ્રેસમાં જવાનો સંકેત:ખોડલધામમાં પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા સાથે બેઠક, નરેશ પટેલે કહ્યું- મનહર પટેલનો રાજકારણમાં આવવાનો આગ્રહ, હૂંફ આપવા આવ્યા

રાજકોટ4 મહિનો પહેલા
  • 21 દિવસ પૂર્વે ખોડલધામમાં માંધાતા ગ્રુપ સાથે નરેશ પટેલે બેઠક યોજી હતી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યાં જ રાજકીય ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે. તેમાંય ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી પૂર્વે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચા એ જોર પકડ્યું છે. એ દરમિયાન આજે તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ સાથે ખોડલધામ ખાતે બેઠક યોજી હતી. અહીં નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, મનહર પટેલનો રાજકારણમાં આવવાનો આગ્રહ છે. આજે તેઓ અહીં દર્શનાર્થે આવ્યા છે અને ખાસ તો રાજકરણમાં મારા પ્રવેશ અંગે મને હૂંફ આપવા આવ્યા છે.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચા એ જોર પકડ્યું છે
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચા એ જોર પકડ્યું છે

રાજકારણમાં પ્રવેશ અંગેની ચર્ચા જ બેઠકમાં થઈ: કોંગ્રેસ પ્રવક્તા
આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખોડલધામ એ માતાજીનું સ્થાનક છે અને અમે અહીં નિયમિત માતાજીના દર્શનાર્થે આવીએ છીએ. આજે દરેક સમાજના લોકોની મારી સાથે નરેશભાઇ પટેલને મળવાની ઈચ્છા હતી. આથી વિવિધ સમાજના આગેવાનો સાથે અમે નરેશભાઈ સાથે મુલાકાત કરી છે અને તેઓ રાજકારણમાં પ્રવેશ લઇ રહ્યા છે. ત્યારે તેઓ સારો અને યોગ્ય નિર્ણય લે એ જ અમારી ઇચ્છા છે અને આ અંગેની ચર્ચા જ આજે અમારી બેઠકમાં થઈ હતી .

આજે દરેક સમાજના લોકોની નરેશભાઇને મળવાની ઈચ્છા હતી: કોંગ્રેસ પ્રવક્તા
આજે દરેક સમાજના લોકોની નરેશભાઇને મળવાની ઈચ્છા હતી: કોંગ્રેસ પ્રવક્તા

હું મહાસભા બાદ મારો નિર્ણય જાહેર કરીશ
ગઈકાલે દિલ્હીથી રાજકોટ આવ્યા બાદ નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોરને મળ્યો છું, હાર્દિક પટેલ મારી પાસે આવ્યા હતા અને હું 15 મે સુધીમાં મારો નિર્ણય જાહેર કરીશ. મારામાં નિર્ણય શક્તિનો અભાવ નથી. એટલે રાજકારણમાં આવવું કે નહીં તે હું જ નક્કી કરીશ. અને હવે તો સર્વે પણ પૂરો થઈ ગયો છે. હું મહાસભા બાદ મારો નિર્ણય જાહેર કરીશ.

21 દિવસ પૂર્વે કોળી સમાજના માંધાતા ગ્રુપના આગેવાનો ખોડલધામ આવી પહોંચ્યા હતા
21 દિવસ પૂર્વે કોળી સમાજના માંધાતા ગ્રુપના આગેવાનો ખોડલધામ આવી પહોંચ્યા હતા

ગુજરાતનો વિકાસ થાય એ બંને સમાજ ઈચ્છે છે
ઉલ્લખનીય છે કે આજથી 21 દિવસ પૂર્વે કોળી સમાજના માંધાતા ગ્રુપના આગેવાનો ખોડલધામ આવી પહોંચ્યા હતા. સાથે પાસના નેતા દિનેશ બાંભણિયા પણ જોડાયા હતા. કોળી સમાજના આગેવાનોએ મા ખોડલ સમક્ષ શિશ ઝુકાવી દર્શન કર્યા હતા. બાદમાં માંધાતા ગ્રુપના રાજુ સોલંકી સહિતના આગેવાનો, દિનેશ બાંભણીયા અને નરેશ પટેલ વચ્ચે બેઠક યોજાઇ હતી. આમ ચૂંટણી પૂર્વે નરેશ પટેલ દરેક સમાજના આગેવનો સાથે બેઠક યોજી રહ્યા છે.

( દિપક મોરબીયા-વીરપુર )

અન્ય સમાચારો પણ છે...