તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રી કર્ફ્યુ હટાવવાની માંગ:રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ તથા 80 વેપારી સંગઠનોની મળી બેઠક, 5 ડે વિક અને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવા CMને કરાશે રજુઆત

રાજકોટ7 દિવસ પહેલા
ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા
 • વેપારી મહામંડળ આગામી દિવસમાં રાજય સરકારમાં રજુઆત કરશે

રાજકોટ સહિત રાજયભરમાં કોરોનાની નવી ખતરનાક લહેર વચ્ચે રાજય સરકારે ચાર મહાનગરોમાં લાદેલા કફર્યુ સામે રાજકોટના વેપારી આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઇકાલે સાંજે ચેમ્બર ઓફ કોમર્સ તથા જુદા જુદા 80 જેટલા વેપારી સંગઠનોની બેઠક બોલાવવામાં આવી હતી. વેપારી સંગઠનો દ્વારા વહેલા કફર્યુ સમયથી ઉદભવેલી સમસ્યાનો ચિતાર પેશ કરવામાં આવ્યો અને તેના આધારે વેપારી મહામંડળ આગામી દિવસમાં રાજય સરકારમાં રજુઆત કરવા આગળ વધશે.

5 ડે વિક કરી કર્ફ્યુ હટાવવા રજુઆત રાજયના ચાર મહાનગરોમાં લાંબા વખતથી રાત્રિ કફર્યુ છે અમદાવાદ, વડોદરા, સુરતમાં રાત્રે 9 થી સવારે 6 સુધીનો કફર્યુ હતો ત્યારે રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 સુધીનો કફર્યુ લાગુ હતો પરંતુ રાજય સરકારે 1 એપ્રિલથી રાજકોટમાં પણ કફર્યુનો સમય રાત્રે 9 વાગ્યાનો કરી નાંખતા તમામે તમામ ક્ષેત્રના વેપાર ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઇકાલે સાંજે 6 વાગ્યે ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં તાકીદની વર્ચ્યુઅલ બેઠક રાખવામાં આવી હતી જેમાં રાત્રી કરફ્યુ હટાવી 5 ડે વિક કરી શનિ અને રવિવાર સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવે તે માટે સરકારને રજુઆત કરવા નક્કી કરાયું છે. આગામી દિવસમાં વેપારી મહામંડળ દ્વારા CM અને સરકાર સમક્ષ 5 ડે વિક કરી કર્ફ્યુ હટાવવા રજુઆત કરવામાં આવશે.

રાત્રી કફર્યૂ પડ્યા પર પાટુ સમાન
રાજકોટમાં કર્ફ્યુનો સમય 9 વાગ્યાનો થતા ધંધાર્થીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. અને રાજકોટ ફૂડ એન્ડ બેવરેજીસ એસોસીએશને ભારે વિરોધ પ્રગટ કર્યો છે. એસો.નાં પ્રમુખના કહેવા મુજબ, આજ રીતે ચાલે તો ધંધા બંધ કરવા પડે અને કારીગરો છુટા કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે. 3 મહિનાના લોકડાઉનમાં વેપાર ઉદ્યોગ બંધ રહ્યા હતા જેને કારણે વેપારમાં પારાવાર મુશ્કેલી પડી. હજુ આ મંદીમાંથી બહાર નીકળ્યા નથી એવામાં 9 વાગ્યાનો રાત્રી કફર્યૂ લાદી દેવામાં આવ્યો છે જે પડ્યા પર પાટુ સમાન છે. શું રાત્રિના 3 કલાક સુધી જ કોરોના ફેલાય છે?

બેઠકમાં જોડાનાર મુખ્ય સંગઠનો

 • આજી જીઆઇડીસી એસોસીએશન
 • જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન
 • મીની સિમેન્ટ પ્લાન્ટ એસોસીએશન
 • મશીન ટુલ્સ એસોસીએશન
 • લોધીકા જીઆઇડીસી એસોસીએશન
 • ઓટો મોબાઇલ ડીલર એસોસીએશન
 • રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન
 • ડેરી મર્ચન્ટ એસોસીએશન
 • રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન
 • ઇલેકટ્રીક કોન્ટ્રાકટર એસોસીએશન
 • ઇલેકટ્રીક મર્ચન્ટ એસોસીએશન
 • રાજકોટ ગોલ્ડ ડિલર એસોસીએશન
 • હાર્ડવેર મેન્યુફેકચરર એસોસીએશન
 • પ્લાસ્ટીક મેન્યુફેકચરર એસોસીએશન
 • રાજકોટ સિલ્વર એસોસીએશન
 • રાજકોટ ટેક્ષ ક્ધસ. સોસાયટી
 • સૌરાષ્ટ્ર સ્ટોન મર્ચન્ટ એસોસીએશન
 • શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન
 • દાણાપીઠ વેપારી એસોસીએશન
 • ટી મર્ચન્ટ એસોસીએશન
 • કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન
 • સીંગ-દાળીયા ગૃહ વેપારી મંડળ
 • રાજકોટ બેકરી એસોસીએશન
 • પેેટ્રોલ-ડિઝલ ડિલર એસોસીએશન
 • કલોથ મર્ચન્ટ એસોસીએશન
 • ઇલેકટ્રોનીકસ ટ્રેડર્સ એસોસીએશન
 • સૌરાષ્ટ્ર મીલ એસોસીએશન
 • ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસીએશન
 • ઇમીટેશન જવેલરી એસોસીએશન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો