રાજકોટમાં કોંગ્રેસની કારોબારી બેઠક:સૌરાષ્ટ્રમાં મહાસંમેલન યોજાશે, 15 જૂન પહેલા રાહુલ ગાંધી અથવા સોનિયા ગાંધીના રોડ શોનું આયોજન: જગદીશ ઠાકોર

રાજકોટએક મહિનો પહેલા
કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા - Divya Bhaskar
કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા
  • રઘુ શર્માએ કહ્યું: '125 પ્લસ બેઠક જીતવાનો ટાર્ગેટ, 182 બેઠક પર ‘મેરા બૂથ, મેરા ગૌરવ’ કાર્યક્રમ યોજાશે'
  • 1200 જેટલા કોંગી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિને વધુ ધારદાર બનાવવાની કવાયત ચાલી રહી છે. આજે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી આજે રાજકોટ આવી પહોંચી છે. જ્યાં શહેરના હેમુગઢવી હોલ ખાતે 1200 જેટલા કોંગી આગેવાનો અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત કોગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, 125 પ્લસ બેઠક જીતવાનો આપણો ટાર્ગેટ છે. જેથી 182 બેઠક પર ‘મેરા બૂથ, મેરા ગૌરવ’ કાર્યક્રમ યોજાશે. જયારે પક્ષ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે,15 જૂન પહેલા રાહુલ ગાંધી અથવા સોનિયા ગાંધીના રોડ શોનું આયોજન થશે

કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી આજે રાજકોટ આવી પહોંચી છે
કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી આજે રાજકોટ આવી પહોંચી છે

ગુજરાતમાં 125 સીટ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે
આ અંગે કોગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, '75મી આઝાદીની ઉજવણી ભાગ રૂપે દાહોદ બાદ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક શરૂ થઈ છે.આજની બેઠકમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રભારી તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ રહ્યા હાજર રહ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણી મુદ્દે આજે રણનીતિ નક્કી કરવા આવશે અને ગુજરાતમાં 125 સીટ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.' જયારે હાર્દિક પટેલ અને નરેશ પટેલ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું.

રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક શરૂ
રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક શરૂ
ચૂંટણી મુદ્દે આજે રણનીતિ નક્કી કરવા આવશે
ચૂંટણી મુદ્દે આજે રણનીતિ નક્કી કરવા આવશે
કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા
કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા

પાટીદાર ફેક્ટર નો મુદ્દો પણ અગ્રસ્થાને રહેવા પામ્યો
આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, સહપ્રભારી રામકિશન ઓઝા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય પરેશ ધાનાણી ઉપરાંત દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ રાજકોટ આવી પહોંચ્યા હતા અને અહીં હેમુ ગઢવી હોલમાં મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં પાટીદાર ફેક્ટર ઉપરાંત ગઈકાલે જ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના રાજીનામાનો મુદ્દો પણ અગ્રસ્થાને રહેવા પામ્યો હતો.

મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા
મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા