તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદિત નિવેદન:રાજકોટમાં કોંગ્રેસની કારોબારી બેઠક, કાર્યકારી પ્રમુખે કહ્યું- શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં આવે તો પણ પક્ષ ક્યારેય એક વ્યક્તિ આધારિત રહ્યો નથી

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદી.
  • શંકરસિંહને આત્મજ્ઞાન થાય અને ફરી જોડાય તો બાપુની સક્ષમતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ભરોસો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી આજે રાજકોટ શહેર કોંગ્રેસની પ્રથમ કારોબારી બેઠક મળી હતી. ચૂંટણીમાં કાર્યકરોમાં થયેલી નારાજગી દૂર કરવાનો પ્રયાસ તેમજ વિવિધ પ્રશ્નો કાર્યકરોના સાંભળવામાં આવ્યા હતા. શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં ફરી આવવાની ચર્ચાને લઈને રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ કહ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં આવે તો પણ કોંગ્રેસ ક્યારેય વ્યક્તિ આધારિત પક્ષ રહ્યો નથી.

બાપુની સક્ષમતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ભરોસો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જોકે શંકરસિંહ વાઘેલાના આવવાથી કોંગ્રેસની સંખ્યા પણ વધશે. શંકરસિંહ વાઘેલાને આત્મજ્ઞાન થાય અને ફરી જોડાય તો બાપુની સક્ષમતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ભરોસો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર કોંગ્રેસમાં અવારનવાર જૂથવાદ સામે આવતો હોય ત્યારે આજની કારોબારી બેઠકમાં તમામ લોકોને અને આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગેરહાજર રહ્યા
આજની કારોબારી બેઠકમાં કોઈ જ જૂથવાદ જોવા મળ્યો ન હતો. માત્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગેરહાજર રહ્યા હતા. તેને લઈને પ્રદીપ ત્રિવેદી કહ્યું હતું કે, તેમનો જન્મદિવસ હોવાથી તેઓ ગેરહાજર રહ્યા છે. તેઓને પણ હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને વિપક્ષ નેતાના પતિ સાથેની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી અને વિવાદ સજાર્યો હતો.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સિવાયના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સિવાયના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

એક મહિના પહેલા ઓડિયોક્લિપ વાઇરલ થઈ હતી
એક મહિના પહેલા રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને મનપાના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીના પતિ પ્રવીણભાઇ સોરાણી વચ્ચે થયેલી વાતચીતની વિવાદીત ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ વિપક્ષ નેતા તરીકેનો ખોટો નિર્ણય લેવાયો હોવાનું બોલ્યું હતું. બાદમાં આ વિવાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...