તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:તબીબી શિક્ષકોએ હડતાળ કરવા સંમતિપત્રકો ભર્યા

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરકારે ખાતરી આપી છતાં માંગ પૂરી ન થઇ
 • આજે અમદાવાદમાં બેઠક, તારીખ નક્કી થશે

રાજ્યભરના તબીબી શિક્ષકો કે જેઓ સરકારી મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે તેઓ હવે હડતાળના માર્ગે વળ્યા છે અને સંમતિપત્રક ભરવામાં આવ્યા છે. પીડીયુ મેડિકલ કોલેજ ખાતે રાજકોટના સરકારી તબીબી શિક્ષકોની બેઠક મળી હતી. આ મામલે શિક્ષકોના સંગઠનના પ્રમુખ ડો. કમલ ડોડિયાએ જણાવ્યું છે કે, તબીબી શિક્ષકોની માંગ અન્વયે સરકારે લેખિતમાં ખાતરી આપી હતી કે, માંગ પૂરી કરવામાં આવશે. ત્યારબાદ કોરોના આવતા તમામ તબીબો તન મનથી સંપૂર્ણ સેવામાં લાગી ગયા હતા અને પોતાનું તેમજ પોતાના પરિવારનું પણ વિચાર્યા વગર લડત ચલાવી છે.

પણ, આ સમયમાં માગો પૂરી ન થતાં નાછૂટકે ફરી આંદોલન કરવાનો માર્ગ અપનાવવો પડ્યો છે. રાજકોટના તબીબી શિક્ષકોએ તેમાં સૂર પૂરાવ્યો છે અને હડતાળમાં જોડાવા હા પાડી છે અને આ માટે સંમતિપત્ર ભર્યું છે જેમાં હડતાળ અનિચ્છનીય હોવા છતાં મજબૂરી છે અને જોડાશે તેવું લખ્યું છે. બુધવારે અમદાવાદમાં સેન્ટ્રલ એસો.ની બેઠક મળશે જેમાં હડતાળની તારીખ નક્કી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો