ખુલાસો:મેડિકલની ઉત્તરવહીઓ જામનગર ડીનને મોકલાઇ’તી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિત ધરાવતા તત્ત્વોનો ખોટો હોબાળો: પીવીસી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મેડિકલ ફેકલ્ટીમાં બારોબાર એક્ઝામિનરને મોકલી દેવાયાના પ્રકરણમાં નવો ફણગો ફૂટ્યો છે અને મેડિકલની ઉત્તરવહીઅો ડીનની ચેમ્બરમાં જ મોકલાયાનું અને હિત ધરાવતા તત્ત્વોએ પોતાના પસંદગીના અધ્યાપકને ઉત્તરવહીઅો ચકાસવા ન મળતા ખોટો હોબાળો મચાવ્યાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.

પીવીસી ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે મેડિકલ ફેકલ્ટીની પરીક્ષાની ઉત્તરવહીઓ જે-તે જિલ્લાના ડીનના ઓબ્ઝર્વેશનમાં કોલેજોમાં ચકાસવા નિર્ણય કરાયો હતો અને તેમાં ઉત્તરવહીઓ ડીનને મોકલવા સ્પષ્ટ તાકીદ કરાઇ હતી. મેડિકલની ઉત્તરવહીઓ જામનગર મેડિકલ કોલેજના ડીન ડો.નલીનીની ઓફિસમાં પહોંચાડાઇ હતી. આ સમયે ડીન આરોગ્ય સચિવ જયંતી રવિ સાથે હોવાથી તેમની કચેરીના સ્ટાફે મેડિકલની ઉત્તરવહીઓ સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...