તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:વેક્સિનેશનનો વ્યાપ વધારવા તંત્ર તૈયાર, નવા કોલ્ડચેઈન પોઈન્ટ તૈયાર

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સૌરાષ્ટ્રના રિજિયોનલ સ્ટોરમાં મશીનરી મોકલાઈ હવે સેન્ટરને પહોંચાડાશે
 • 480 વેક્સિન કેરિયર, મોટા ડીપ ફ્રીઝ તેમજ ILRની ફાળવણી કરાઈ

રાજ્યભરમાં હાલ 45 વર્ષ કરતા વધુ વય ધરાવતા લોકોને રસી આપવામાં આવી રહી છે. જોકે હવે વેક્સિનેશનનો વ્યાપ તેનાથી પણ વધારવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે કારણ કે, તંત્રે કોલ્ડચેઈન પોઈન્ટ માટે નવી મશીનરીની ફાળવણી કરી છે. જ્યારે રસીકરણ શરૂ કરાયું તે પહેલા જ સરવે કરીને તમામ જિલ્લા અને મનપા વિસ્તારોમાં કોલ્ડચેઇન પોઈન્ટનો રિવ્યૂ થયો હતો.

તમામ પ્રકારની મશીનરી, ફ્રીઝ, કેરિયર સહિત ફાળવાયા હતા અને પહેલા તબક્કામાં હેલ્થ વર્કર પછી કોરોના વોરિયર અને ત્યારબાદ 60 કરતા વધુ વય અને પછી 45 કરતા વધુ વય ધરાવતા લોકોને રસી અપાઈ રહી છે અને કોલ્ડચેઇનમાં સાધનો પૂરતા છે છતાં નવા સાધનો ફાળવાયા છે જે સાબિત કરે છે કે રસીના જથ્થા અને વિતરણમાં વધારો થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર રિજિયોનલ વેક્સિન સ્ટોરમાં 23 ઈનલાઈન રેફ્રિજરેટર, 5 ડીપ ફ્રીઝ, 480 વેક્સિન કેરિયર આવ્યા છે તે તમામની હવે ફાળવણી કરાશે.

સાધનો અને ફ્રીઝનું ક્યા વિતરણ થશે

જિલ્લો-મનપાવેક્સિન કેરિયરILRડીપ ફ્રીઝ
રાજકોટ6441
રાજકોટ મનપા020
મોરબી6431
પોરબંદર3221
જામનગર5630
જામનગર મનપા6430
દ્વારકા4030
ભુજ10471
સ્ટોર5621
કુલ480295
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો