તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની સ્થિતિ સ્ફોટક બની:ખાનગી હોસ્પિટલમાં બેડ વધારવા તંત્રની તૈયારી, ફાયર સેફ્ટીના એનઓસી મામલે મડાગાંઠ સર્જાઇ

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં ખાનગી તબીબોની બેઠક મળી

કલેક્ટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં આઇએમએ રાજકોટના સભ્યો અને ખાનગી હોસ્પિટલના સંચાલક તબીબો સાથે બેઠક યોજવામાં આવી હતી. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની ચર્ચા કર્યા બાદ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે ખાનગી હોસ્પિટલમાં કોવિડના બેડ કેવી રીતે વધારી શકાય તે અંગે તબીબોના સૂચનો પુૂછવામાં આવ્યા હતા. તબીબોએ કોવિડ માટે રૂમ ફાળવવાની તૈયારી બતાવી હતી, પરંતુ તે માટે કેટલાક નિયમોમાં છૂટછાટ કરવા સૂચન કર્યા હતા.

તબીબોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના ઉપલબ્ધ સાધનો મુજબ તેને માન્ય રાખી ફાયર એનઓસી આપવામાં આવે તો હોસ્પિટલ ચાલુ કરી શકાય, તેમજ કોરોનાના તમામ દર્દીને દાખલ કરવાને બદલે સામાન્ય સ્થિતિ ધરાવતા કોરોનાગ્રસ્તને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવે, અને તે માટે હોટેલ અને મકાનોને કોવિડ કેર સેન્ટર તરીકે માન્યતા આપવી જોઇએ.

એક હોસ્પિટલથી કોવિડના દર્દીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે હાલ બંને હોસ્પિટલ ઉપરાંત કલેક્ટર તંત્રનું એનઓસી લેવું ફરજિયાત છે જેને બદલે જે દર્દીને હોસ્પિટલ બદલાવવી હોય તો આવા સંજોગોમાં આવી પ્રક્રિયાથી મુક્તિ આપવી જોઇએ, તબીબોના મહત્તમ સૂચનો સ્વીકારી શકાય તેવા નિર્દેશો મળ્યા હતા, પરંતુ ફાયર સેફ્ટી મુદે શરત સ્વીકારવી અશક્ય હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.

શહેર-જિલ્લાની હોસ્પિટલમાં બેડની સ્થિતિ

હોસ્પિટલકુલ બેડભરેલા બેડખાલી બેડ
સિવિલ590476114
કુલ ખાનગી88882365
સમરસ1100110
ઈએસઆઈસી41041
કેન્સર હોસ્પિટલ19212864
ગોંડલ હોસ્પિટલ553420
જસદણ હોસ્પિટલ24240
ધોરાજી હોસ્પિટલ703030
કુલ19691525444

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો