તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાસફાઈ અભિયાન:રાજકોટને ગંદકી મુક્ત બનાવવા મેયરનો એક્શન પ્લાન, ગંદકી દૂર કરવા સમજાવટથી માંડી દંડ સુધીની તૈયારી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેયર ડો.પ્રદીપ ડવ (ફાઈલ તસ્વીર) - Divya Bhaskar
મેયર ડો.પ્રદીપ ડવ (ફાઈલ તસ્વીર)
  • 18 વોર્ડના 72 નગરસેવકોને જવાબદારી લેવા વિનંતી પત્ર લખ્યો

સ્વચ્છતા એ નાગરિકોની સ્વાભાવિક આદત હોવી જોઈએ પરંતુ રાજકોટમાં હજુ સ્વચ્છતા અંગે પૂરતી દરકાર લેવાતી નથી. એક તરફ તંત્ર પણ ગંદકી તથા કચરો દૂર કરવા માટે પૂરતી સુવિધાઓ-સેવાઓ આપી શકતું નથી અને જે સેવાઓ આપે છે તેમાં પણ અનેક ખામીઓ છે. બીજી તરફ અનેક નાગરિકો પણ સ્વચ્છતા જાળવવાની દરકાર કરતા નથી. આ મુદ્દે રાજકોટમાં મેયર ડો.પ્રદીપ ડવે એક્શન પ્લાન નક્કી કર્યો છે. જેમાં શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચ પર લાવવાના પ્રયાસોમાં મેયરે ન્યુસન્સ પોઇન્ટ મુકત રાજકોટની કલ્પના સાથે ભાજપ-કોંગ્રેસના તમામ 18 વોર્ડના 72 નગરસેવકોને પણ જવાબદારી લેવા વિનંતી પત્ર લખ્યો છે.

ભાજપના અને કોંગ્રેસના નગરસેવકોને કામગીરીમાં સામેલ થવા અનુરોધ
આ મહાસફાઈ અભિયાનની પૂર્વ ભૂમિકામાં ભૂતકાળમાં શહેરના વિસ્તારોમાં જુદી જુદી જગ્યાએ મોટા કદની ડસ્ટબીન રાખવામાં આવતી હતી. આ પછી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સિસ્ટમ અમલી બનાવી શહેરને ડસ્ટબીન મુક્ત બનાવ્યું હતું. જેનું ખુબ જ સારુ પરિણામ આવેલ છે. હવે રાજકોટની ખુબસુરતીમાં વધારો કરવા ન્યુસન્સ પોઈન્ટ મુક્ત રાજકોટનું અભિયાન હાથ ધરવામાં આવેલ છે.મેયરે ભાજપના અને કોંગ્રેસના નગરસેવકોને પત્ર પાઠવી ન્યુસન્સ પોઈન્ટ ક્રમશ: દુર થાય તે માટેની મહાનગરપાલિકાની કામગીરીમાં સામેલ થવા અનુરોધ કર્યો છે.

કચરો ફેંકતા આસામીઓ સામે કડક પગલા લેવાશે
આ ઉપરાંત, શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રાઇવેટ માલિકીના પ્લોટમાં પણ ગંદકી થતી હોય છે. તે અટકાવવા તંત્રની સાથે પ્રાઇવેટ પ્લોટ માલિકોને પણ આ અંગે જરૂરી કાર્યવાહી કરવા જણાવશે. અમુક ન્યુસન્સ પોઈન્ટ પર સફાઈ કરવા છતાં લોકો દ્વારા એજ જગ્યાએ ફરીને કચરો ફેંકતા હોય છે. આવા પોઈન્ટ પર સિક્યુરિટી, અહિયા કચરો ફેંકવો નહિ તેવા સાઇન બોર્ડ, વિગેરે વ્યવસ્થા કરાશે અને તેમ છતાં કચરો ફેંકતા આસામીઓ સામે જરૂર જણાયે કડક પગલા લેવામાં આવશે.

સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાશે
લારી-ગલ્લા મારફત રોજગાર મેળવતા ધંધાર્થીઓએ પણ જ્યાં-ત્યાં કચરો ન ફેંકે તે માટે કડક ચેકિંગ હાથ ધરાશે અને શહેરને વધુ માં વધુ સ્વચ્છ બનાવવા જરૂરી સાધનો પણ ખરીદ કરવામાં આવશે. શહેરના ન્યુસન્સ પોઈન્ટની નિયમિત સફાઈ તેમજ ક્રમશ: ઘટાડા માટે સંબધક વિભાગના કર્મચારીઓની પણ જવાબદારી ફિક્સ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં આગામી સમયમાં શહેરની સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓને પણ જોડવામાં આવશે.


અન્ય સમાચારો પણ છે...