• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Mayor Bungalow Patil Taking Classes To City President Mirani And Minister Raiani For Page Committee And Mayor Downey To Clean Rajkot

પાટીલની પાઠશાળા:મેયર બંગલે શહેર પ્રમુખ મીરાણી અને મંત્રી રૈયાણીને પેજ કમિટી માટે તથા મેયર ડવની રાજકોટને સ્વચ્છ કરવા કલાસ લેતા પાટીલ

રાજકોટ5 મહિનો પહેલા
  • ભાજપ પ્રમુખ પાટીલે સંગઠનને મજબૂત કરવા પેજ પ્રમુખોને માર્ગદર્શન આપ્યું

રાજકોટમાં આજે મેયર બંગલે યોજાયેલ શુભેચ્છા બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણીને પેજ કમિટી બનાવવા માટે ટકોર કરી હતી. તો મેયર ડો.પ્રદીપ ડવની ક્લાસ લીધી હતી અને જાહેરમાં કહ્યું હતું કે,રાજકોટને ફટાફટ ચોખ્ખું કરો, મને ક્યાંય પણ કચરો મળવો ન જોઈએ.

મેયર ડો.પ્રદીપ ડવની ક્લાસ લીધી હતી
મેયર ડો.પ્રદીપ ડવની ક્લાસ લીધી હતી

શહેરને સાફ રાખવું એ મારી અપેક્ષા નથી
મેયર ડો.પ્રદીપ ડવને પણ ઉભા કરીને પાટીલે વધુમાં કહ્યું હતું કે, શહેરને સાફ રાખવું એ મારી અપેક્ષા નથી પણ મોદી સાહેબની સૂચના છે. તાબડતોડ સફાઇ કામદાર હાયર કરી સ્વચ્છતા તરફ આગળ વધો. મારે આખા ગુજરાતમાં એક સાથે વોર્ડ વાઇઝ સફાઇ ઝુંબેશ કરવી છે. આપણે દરરોજ સવારે ચાર કલાક ઝુંબેશ ચલાવશું અને એક સાથે ચાર કલાક સફાઇ કરી ગુજરાત સ્વચ્છ કરીશું.

મારે આખા ગુજરાતમાં એક સાથે વોર્ડ વાઇઝ સફાઇ ઝુંબેશ કરવી છે:પાટીલ
મારે આખા ગુજરાતમાં એક સાથે વોર્ડ વાઇઝ સફાઇ ઝુંબેશ કરવી છે:પાટીલ

અરવિંદભાઈ આ મને પસંદ નથી
કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણી અને શહેર પ્રમુખ કમલેશ મીરાણીની પાટીલે જાહેરમાં કલાસ લેતા કહ્યું હતું કે, રાજકોટમાં પેજ કમિટીનું કામ 100% થયું નથી મને કાલે જ પેઇજ કમિટીનો ફિગર આપો. રાજકોટ શહેરી વિસ્તાર છે લાખો કાર્યકર્તા છે છતાં કેમ પેઈજ કમિટી બની નથી? અરવિંદ રૈયાણી તમારા જ મત વિસ્તારમાં પેઈજ કમિટી અધૂરી છે. તમારે વિધાનસભા ટિકિટ જોઇએ છે. મંત્રી પણ બની ગયા છતાં પેઈજ કમિટી કામ પૂર્ણ નથી થયું મને આ પસંદ નથી. અને કમલેશભાઈ 957 બૂથમાં 1 લાખથી વધુ પેજ બની ગયા પણ 11000થી વધુ પેઇજ પ્રમુખ બનાવવાની કામગીરી બાકી છે.

સી.આર.પાટીલ દ્વારા બળકોને દત્તક લેવા સૂચના આપવામાં આવી
સી.આર.પાટીલ દ્વારા બળકોને દત્તક લેવા સૂચના આપવામાં આવી

મોહનભાઈ દાત ન કાઢો ગ્રાન્ટ વાપરો
આ દરમિયાન સાંસદ મોહન કુંડારીયા હંસતા પાટીલે તેમને ટકોર કરતા કહ્યું હતું કે, મોહનભાઈ દાત ન કાઢો ગ્રાન્ટ વાપરો. તમારે ગ્રાન્ટ ઘરે લઈ જવાની હોય તો બધા સાંસદ ગ્રાન્ટ લખી દે. મારી વિનંતી છે કે ગામડામાં રોડ રસ્તા મામલે સાંસદો તાત્કાલિક ગ્રાન્ટ ફાળવેઆ સાથે સી.આર.પાટીલ દ્વારા બળકોને દત્તક લેવા સૂચના આપવામાં આવી છે.

ભાજપ પ્રમુખ પાટીલે સંગઠનને મજબૂત કરવા પેજ પ્રમુખોને માર્ગદર્શન આપ્યું
ભાજપ પ્રમુખ પાટીલે સંગઠનને મજબૂત કરવા પેજ પ્રમુખોને માર્ગદર્શન આપ્યું
અન્ય સમાચારો પણ છે...