તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સભા ગજવ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સ:રાજકોટમાં કોરોનાની ચેઇન તોડવા મેયર BRTSમાં, મુસાફરોમાં માસ્કનું વિતરણ કરી કહ્યું- સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો

રાજકોટ3 મહિનો પહેલા
  • શહેરમાં આજથી બાગ-બગીચા બંધ, પ્રતિબંધના બેનરો લાગ્યા

રાજકોટમાં વધતા કોરોના કેસ વચ્ચે આજે મેયર પ્રદીપ ડવ ફિલ્ડમાં આવ્યા હતા. મેયરે શહેરની BRTSની બસમાં સવાર મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું સૂચન આપ્યું છે. સાથોસાથ મેયરે બસમાં સ્વર મુસાફરોમાં માસ્કનું વિતરણ પણ કર્યું હતું. રાજકોટમાં વધતા કોરોનના કેસને પગલે કે.કે.ચોક.અને રૈયાસર્કલ ખાતે બે ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવશે. આ ટેસ્ટિંગ બુથ મેયર દ્વારા ખુલ્લા મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષના કાર્યકરો દ્વારા સભા ગજવીને કોરોનાની ગાઈડલાઇન્સનો છડે-ચોક ભંગ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે શાશકો દ્વારા લોકોને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાનું સૂચન આપવામાં આવે છે.

શહેરીજનોને પણ બાગ બગીચાઓમાં પ્રવેશ ન કરવા અપીલ
મનપાની જાહેરાતમાં જણાવ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણ સામેના સાવચેતીના પગલાં રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ 20 માર્ચથી શહેરના તમામ બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય (ઝૂ) બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સરકાર દ્વારા નવી સૂચના ન આવે ત્યાં સુધી બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવશે. સાથોસાથ શહેરીજનોને પણ બાગ બગીચાઓમાં પ્રવેશ ન કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.

બે ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા
રાજકોટમાં વધતા કોરોના કેસ વચ્ચે હવે વધુ ઝડપે રસીકરણની જરૂર હોય માટે મનપાના શાસકો દ્વારા ગાઇડલાઇન હેઠળ આવતા લોકોને વહેલામાં વહેલી તકે રસી લેવા પહોંચવા જાહેર અપીલ કરવામાં આવી છે. બીજી તરફ ટેસ્ટીંગમાં વધારો થાય તે હેતુથી રૈયા ચોકડી અને કે.કે.વી. ચોક જેવા લોકોની વધુ અવરજવરવાળા ચોકમાં હંગામી ટેસ્ટીંગ બુથ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. જયાં લોકોનો પ્રતિસાદ જોયા બાદ અન્ય વિસ્તારોમાં બુથ શરૂ કરવા વિચારણા કરાશે.

આજથી રાજકોટના ટ્યુશન ક્લાસીસ બંધ
કોરોનાનું સંક્રમણ વધતા જ રાજકોટમાં આજથી રાજ્ય સરકારના નિર્ણયને લઇને ટ્યુશન ક્લાસીસ પણ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષા પણ આજથી બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં મોદી સ્કૂલમાં એક વિદ્યાર્થી અને એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...