તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:માતાજીના નિવેદના પ્રસાદ મુદ્દે મારામારી, પાંચને ઇજા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવપરા સિંદૂરિયા ખાણ પાસે બનેલી ઘટના

કોઠારિયા રોડ પર સિંદૂરિયા ખાણ પાસે રહેતા પરિવારમાં શુક્રવારે રાત્રે માતાજીના નિવેદની પ્રસાદીના મુદ્દે માથાકૂટ થયા બાદ ધોકા-પાઇપ ઉલળ્યા હતા. સિંદૂરિયા ખાણ પાસે રહેતા રમણભાઇ ચતુરભાઇ કોજિયા, ચતુરભાઇ રાયાભાઇ કોજિયા, જમીબેન રમણભાઇ કોજિયા, જ્યોતિબેન પ્રકાશભાઇ કોજિયા અને સામાપક્ષે શિલ્પાબેન જીતેશભાઇ કોજિયાને સિવિલમાં ખસેડ્યા હતા. ભક્તિનગર પોલીસ સમક્ષ શિલ્પા કોજિયાએ કહ્યું હતું કે, નિવેદના પ્રસાદના વિતરણ બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખી ચતુર, રમણ, રોહિતે માર માર્યો હતો, જ્યારે રમણભાઇએ આક્ષેપ કર્યો કે, તેમના પર જીતેશ, કમલેશ, આકાશ અને નિલેશ સહિતનાએ હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...