તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Master Plan For Covid Vaccine Prepared In 8 Districts And 3 Municipal Corporations Of Saurashtra, Central Vaccine Store In Rajkot

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનની કોલ્ડ ચેઈન:સૌરાષ્ટ્રના 8 જિલ્લા અને 3 મહાનગરપાલિકામાં કોવિડની વેક્સિન આપવા માટે માસ્ટર પ્લાન તૈયાર, રાજકોટમાં સેન્ટ્રલ વેક્સિન સ્ટોર

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
રિજિયોનલ વેક્સિન સ્ટોર - Divya Bhaskar
રિજિયોનલ વેક્સિન સ્ટોર
 • કોવિડની વેક્સિન કેવી રીતે આવશે અને ક્યાથી લોકો સુધી કેવી રીતે પહોંચશે તેની આખી કોલ્ડ ચેઈન પ્રથમવાર દિવ્ય ભાસ્કરે જણાવી
 • રાજકોટમાં સ્ટોરેજથી માંડીને લોકો સુધી આ રીતે પહોંચશે કોરોનાની વેક્સિન

દેશમાં વેક્સિન આવવાની આશા બંધાઈ છે અને તેથી જ કેન્દ્ર સરકારે વેક્સિનેશનની તૈયારીઓ કરવા માટે આદેશ આપ્યા છે. સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાઓમાં હેલ્થ વર્કરના લિસ્ટ બની ગયા છે. જો કે આ વેક્સિન આવશે ત્યારે કઈ રીતે લોકો સુધી પહોંચશે અને ક્યાં રાખવામાં આવશે એટલે કે આખી કોલ્ડ ચેઈન પ્રથમ વખત દિવ્ય ભાસ્કર જણાવશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના નાયબ નિયામક આરોગ્યની કચેરી છે તેમાં રિજિયોનલ વેક્સિન સ્ટોર છે. ગુજરાતમાં વેક્સિન આવશે એટલે સૌરાષ્ટ્રમાં આપવા માટે સૌથી પહેલા અહીં વેક્સિન પહોંચશે અને વિશાળ ફ્રિઝર અને કુલરમાં રાખ્યા બાદ રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા તેમજ રાજકોટ, જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકાને વેક્સિન પહોંચાડાશે તે વિશે સૌરાષ્ટ્રના આરોગ્ય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી તેમજ મનપાના આરોગ્ય અધિકારી ડો. એલ.ટી. વાંજાએ આખું આયોજન જણાવ્યું છે.

રિજિયોનલ વેક્સિન સ્ટોર
રિજિયોનલ ડે. ડિરેક્ટર ડો. રૂપાલી મહેતા જણાવે છે કે સરકારમાંથી આદેશ આવ્યો છે કે મોટા વોક ઈન ફ્રિઝરની જગ્યા રાખવી આ ફ્રિઝરમાં -25 ડિગ્રી તાપમાન રહે છે. જેમાં વેકસીન રખાશે.

મનપા પાસે વેક્સિન સ્ટોર
મનપા પાસે વેક્સિન સ્ટોર

મનપા પાસે વેક્સિન સ્ટોર
મનપાના આરોગ્ય અધિકારી ડો. એલ.ટી. વાંજા જણાવે છે કે સેન્ટ્રલ વેક્સિન સ્ટોરમાં પહેલા વેક્સિન આવશે અને ત્યાંથી આરોગ્ય કેન્દ્રમાં મોકલાશે, અત્યારે ફ્રિઝ તૈયાર રખાયા છે.

વેકસીન લોકો સુધી પહોંચશે
વેકસીન લોકો સુધી પહોંચશે

વેકસીન લોકો સુધી પહોંચશે
ફ્રિઝમાંથી આઈસપેકની સાથે વેક્સિનને કોલ્ડબોક્સમાં મૂકી વેક્સિન વેન મારફત મોકલાશે. શહેરના ત્રણેય ઝોનના 21 આરોગ્ય કેન્દ્ર પર એક દિવસમાં બધે વેક્સિન પહોંચી જશે.

માઈનસ ડિગ્રી માટે ફ્રિઝર, બાકી માટે ILR
સ્ટોરના ફાર્માસિસ્ટ આર. કે. ડોબરિયા જણાવે છે કે વેક્સિન બે પ્રકારની હોય છે. એક પ્રકારની રસીને -15થી -25 ડિગ્રી સુધીના ડિપ ફ્રિઝરમાં રખાય છે. બીજા પ્રકારમાં 2થી 8 ડિગ્રી તાપમાન જરૂરી છે તેના માટે 2 લાખ વાયેલ આઈએલઆર ઉપલબ્ધ છે.

જિલ્લા પંચાયત પાસે 80 ILRનો જથ્થો
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી જણાવે છે કે જિલ્લા પંચાયતની કચેરીમાં એક વેક્સિન સ્ટોર છે. આ ઉપરાંત દરેક મુખ્ય આરોગ્ય કેન્દ્ર અને અર્બન આરોગ્ય કેન્દ્રમાં રસીને સાચવવાની સુવિધા છે. રસીને સ્ટોર કરવા માટે 80 આઈએલઆર તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો