તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:આટકોટમાં વીજપોલમાંથી શોક લાગતાં માસૂમનું મોત

આટકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામાના ઘરે ભાણેજની જિંદગીનો અકાળે અંત

આટકોટમાં વીજ પોલ પાસે રમી રહેલા માસૂમ બાળકને અચાનક જ ત્યાંથી વીજ શોક લાગતાં તેનું મોત નીપજ્યું હતું. મળતી વિગત અનુસાર ગાયત્રીનગરમાં રમતા રમતા વીજ થાંભલાને અડી જતા જેમાં અર્થીંગ આવતા માસુમ બાળકનુ મોત થયું હતું. સાણથલી રહેતા વિજય ભાઈ રાદડિયાનો પુત્ર ભવ્ય ઉંમર વર્ષ 2.5 આટકોટ મામાના ઘરે આવ્યો હતો તેમની બહેન સાથે શેરીઓમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે ભવ્યને જાણે મોત બોલાવતુ હોય તેમ બાજુમા આવેલા વિજ થાંભલા ને અડી જતાં જેમને તાત્કાલિક સારવાર માટે જસદણ ખસેડવામાં આવ્યો હતો પણ ડોક્ટર તેમને, મૃત જાહેર કર્યો હતો ત્યારે પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો. એકના એક પુત્રના મોતથી રાદડીયા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ઘટના સ્થળે પીજીવીસીએલ ની ટીમ દોડી આવી હતી. રાખડીનો બંધાવનાર એકનો એક ભાઇ છીનવાઈ જતા બહેન પણ શોકમાં ડૂબી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...