તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:'માસ્ક જ વેક્સિન છે' પણ સમજે કોણ?, રાજકોટ ST બસ સ્ટેશનમાં મોટાભાગના મુસાફરોએ દાઢી પર માસ્ક રાખ્યા તો ખુદ STના કર્મચારી માસ્ક વગર જોવા મળ્યાં

રાજકોટ4 મહિનો પહેલા
મોટાભાગના માસ્ક વગર જોવા મળ્યાં - Divya Bhaskar
મોટાભાગના માસ્ક વગર જોવા મળ્યાં
  • મુસાફરોને માસ્ક પહેરવાની સૂચના આપનાર STના કર્મચારીઓ જ માસ્ક વગર જોવા મળે છે

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ખુબજ વધી રહ્યું છે. ત્યારે Divyabhaskarની ટીમે ST બસ સ્ટેશનમાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ત્યારે જોવા મળ્યું કે મોટાભાગના મુસાફરોએ માસ્ક દાઢી પર રાખેલું છે. તો કેટલાક મુસાફરો માસ્ક વગર જ આંટા મારતા જોવા મળ્યાં હતા. મુસાફરોને માસ્ક પહેરવાની સૂચના આપનાર STના કર્મચારીઓ જ ખુદ માસ્ક વગર ફરતા કેમેરામાં કેદ થયા હતા. હાલના સમયમાં માસ્ક જ વેક્સિન છે. પણ આ વાત સમજે કોણ?

કેટલાક લોકોએ કેમેરા સામે જોઈને માસ્ક પહેર્યા
ST બસ સ્ટેશન પર મોટાભાગના લોકો માસ્ક વગર અથવા તો દાઢી માસ્ક પહેરેલા જોવા મળ્યાં હતાં. પરંતુ જેવી જ ખબર પડી કે કેમેરા ચાલુ છે કે તરત જ લોકો માસ્ક પહેરવા લાગ્યા હતા. જે લોકોના માસ્ક દાઢી પર હતા તેને મો પર બાંધ્યા તો જેની પાસે રૂમાલ હતો તેને રૂમાલ બાંધ્યો. આ સાથે જ એ પણ જોવા મળ્યું કે ST બસ ચલાવી રહેલા ડ્રાઇવર અને કંડક્ટર પણ માસ્ક વગર ફરી રહ્યાં હતાં. કોરોના સંક્રમણને અટકાવવા માટે હાલના સમયમાં માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. એમાં પણ જ્યાં વધુ લોકોની અવરજવર થતી હોય તેવા સ્થળો પર માસ્ક પહેરવું ખુબજ જરૂરી છે.

સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો
શાસ્ત્રી મેદાન અને નવા બસ સ્ટેન્ડમાં બસની રાહ જોતી વખતે મુસાફરો ટોળે વળીને ઊભા હતા. આ સિવાય જે મુસાફરો વેઈટિંગ એરિયામાં ત્રણ ખુરશીમાં વચ્ચેની ખુરશીમાં નહીં બેસવા માટેની સૂચના આપતી નિશાની કરવામાં આવી હતી. છતાં મુસાફરો આ નિયમનું ઉલ્લંઘન કરતા હતા. આમ ST બસ સ્ટેશનમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો