પેપર ચેકિંગ:ધો.12 સાયન્સનું માસાંતે અને ધો.10નું જૂનના પ્રારંભે પરિણામ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.12 કોમર્સનું પેપર ચેકિંગ અંતિમ તબક્કામાં

ધો.10 અને ધો.12 સાયન્સ અને કોમર્સની લેવાયેલી બોર્ડની પરીક્ષાની પેપર મૂલ્યાંકનની કામગીરી મોટાભાગે પૂર્ણ થઇ ચૂકી છે ત્યારે હવે ચાલુ માસના અંત સુધીમાં ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થવાની અને જૂન માસના પ્રારંભે ધો.10નું પરિણામ જાહેર થવાની પ્રબળ સંભાવના વ્યક્ત થઇ રહી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 સાયન્સના પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે હવે માત્ર ધો.12 કોમર્સના થોડા પેપર ચેક કરવાના બાકી છે જે આગામી દિવસોમાં પૂર્ણ થઇ જશે ત્યારબાદ તબક્કાબાદ સૌથી પહેલા ધો.12 સાયન્સ, ત્યારબાદ ધો.10 અને છેલ્લે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે.

બોર્ડની પરીક્ષા દર વર્ષ કરતા આ વર્ષે માર્ચ મહિનાના અંતમાં એટલે કે 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. પરીક્ષા દરમિયાન જ એટલે કે જે પેપર લેવાઈ ગયા છે તેનું મૂલ્યાંકન ધો.12 સાયન્સ અને ધો.10ના પેપર 11 એપ્રિલથી જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહના પેપર 13 એપ્રિલથી ચકાસવાનું શરૂ કરી દેવાયું હતું. બોર્ડની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં સૌ પ્રથમ ધોરણ 12 સાયન્સની મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...