તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:રાજકોટમાં પ્રાચીનકાળના સોનું મળી આવ્યાનું કહીને ડુપ્લિકેટ સોનાના દાગીના વેંચતા મારવાડી શખ્સની ધરપકડ, 12 લાખની છેતરપિંડીનો આરોપ

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સોના જેવી ધાતુની 966 ગ્રામનો માળાનો ઝૂમખો કબ્જે કર્યો

મકાનનું ખોદકામ કરતા સોનાનો ખજાનો મળ્યો છે જે વેચવો છે તેમ કહી સોનાનું અસલ સેમ્પલ આપી સોનાનો મોટો જથ્થો વેચવાનું નક્કી કરી ડુપ્લિકેટ સોનાના દાગીનાનું વેચાણ કરી આપી મોટી રકમની છેંતરપીંડી કરતા શખ્સને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. આ શખ્સ વિરૂદ્ધ ફરિયાદીએ 12 લાખની છેતરપિંડીના આરોપ લગાવવામાં આવ્યો છે.

સોના જેવી ધાતુની માળાનો ઝૂમખો કબ્જે કર્યો
રાજકોટમાં મકાનના પાયા ખોદતી વખતે પ્રાચીનકાળના હાથીના શણગારની સોનાની દોઢ કિલોની માળા મળી છે એવી વાત કરી મારવાડી શખ્સ અને તેની સાથેના વૃદ્ધા સહિતનાએ વેરાવળ-સોમનાથ રહેતાં અને આરસના મુર્તિ-મંદિર બનાવવાનું કામ કરતાં વેપારી સાથે 12 લાખની છેતરપિંડી કરતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો છે. આ બનાવમાં ક્રાઇમ બ્રાંચે સુરેન્દ્રનગર ખાતે ઝૂપડામાં રહેતાં એક મારવાડી શખ્સને પકડી લીધો છે. તેની પાસેથી સોના જેવી ધાતુની માળાનો ઝૂમખો 966 ગ્રામનો કબ્જે કરાયો છે. રાજકોટના યુવાનને પણ આ રીતે છેતરી લેવાયાનો ભેદ પણ ખુલ્યો છે.

પોલીસ ગુનો દાખલ કર્યો
બી-ડિવીઝન પોલીસે સોમનાથ વેરાવળના જલારામનગર ક્રિષ્ના સોસાયટી-4 (બી)માં રહેતાં અને આરસની મુર્તિઓ તથા મંદિર બનાવી વેંચવાનું કામ કરતાં ગુર્જર કડીયા ભાવેશભાઇ ધીરજલાલની ફરિયાદ પરથી દિલીપ મારવાડી, અર્જુન પનાભાઇ મારવાડી અને દિલીપ મારવાડીની માતા તથા અજાણ્યા શખ્સ સામે IPCની કલમ 406, 420, 114 મુજબ ઠગાઇનો ગુનો નોંધી અર્જુનને સકંજામાં લીધો છે.

બંને ખાનગી વાહનમાં બેસી વેરાવળ જવા નિકળ્યા હતા
ભાવેશભાઇએ પોલીસને છેતરપિંડીની વિગતો જણાવતાં કહ્યું હતું કે, હું પરિવાર સાથે રહું છું અને મારે યોગેશ્વર મૂર્તિ ભંડાર નામની વેરાવળમાં પાટણ દરવાજા મ્યુનિસિપલ શોપ-29માં દુકાન છે. ત્યાં હું આરસના મંદિર અને મૂર્તિ બનાવી વેપાર કરુ છું. મારે સંતાનમા બે દિકરા છે. ગયા વર્ષે મે નવેમ્બર -2020 મહિનામાં જયપુરથી આરસની ભગવાનની મુર્તિ બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો. જેથી ગત તા.17 નવેમ્બર 2020ના રોજ ટ્રાવેલ્સ મારફતે જયપુરથી રાજકોટ મુર્તિ આવતાં તે લેવા માટે હું અને મારો દિકરો પૃથ્વી રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ આવ્યા હતા અને ટ્રાવેલ્સમાં મૂર્તિ આવી જતા આશરે સવારે 11.30 વાગ્યે અમે મુર્તિ લઈ લીધી હતી. એ પછી અમે બંને ખાનગી વાહનમાં બેસી વેરાવળ જવા નિકળ્યા હતા.

નવાગઢ પાસે એક હોટલમા હોલ્ટ કર્યો હતો.
રસ્તામાં ગોંડલ ચોકડી પાસેથી અન્ય પેસેન્જર બેઠા હતા. જેમા એક ભાઇ ઉં.વ. આશરે 25 વર્ષ અને એક બહેન આશરે 22 વર્ષની હતી. આ બંને હિન્દી ભાષા બોલતા હતા અને તેઓને જુનાગઢ જવું હતું. રસ્તામાં નવાગઢ પાસે એક હોટલમા હોલ્ટ થતાં અને ત્યા અમે નાસ્તો કરતા હતા અને આ હિન્દી ભાષી લોકો ગરીબ જેવા લાગતા હોય જેથી મેં તેઓને નાસ્તો કરવા માટે કહેતાં તેમણે નાસ્તો કર્યો હતો. ત્યારે વાતચીતમાં એ ભાઇએ પોતાનું નામ દિલીપ મારવાડી કહ્યું હતું. નાસ્તો કરી પાછા વાહનમાં બેસી ગયા હતાં અને રસ્તામાં તે હિન્દી ભાષી દિલીપ મારવાડી મારા વિશે પૂછતો હતો જેથી મેં કહ્યું કે, હું સોમનાથ વેરાવળ રહુ છું તો તેણે કહ્યું કે મેં સોમનાથમાં ક્યારેય તમને જોયા નથી. તમારો ફોન નંબર આપો તેમ કહેતાં અમે બંનેએ એક બીજાના ફોન નંબરની આપ લે કરી હતી.

સોનાની માળાના બે કટકા બતાવી વિશ્વાસ જીત્યો
ત્યારબાદ ત્રણ–ચાર દિવસ પછી આ દિલીપનો મને ફોન આવ્યો હતો અને કહ્યું કે, હું રાજકોટમા મકાનમાં પાયા ખોદકામની મજૂરી કામ કરૂ છું અને અમારા શેઠ અમને હેરાન કરે છે અને ખોદકામ દરમિયાન મને હાથીનો શણગાર વાળી એન્ટિક વસ્તુ મળ્યું છે જે મારે વેચી નાખવી છે. ત્યાબાદ આશરે દશેક દિવસ પછી હું અને મારો દિકરો પૃથ્વી રાજકોટ દિલીપને મળવા આવ્યા હતાં. ત્યારે સવારે આશરે સાડા અગિયારેક વાગ્યે અમે દિલીપને મળ્યા હતા તે વખતે દિલીપ સાથે એક મોટી ઉપરના આશરે 65 વર્ષના માજી હતાં. દિલીપે આ તેના માતા હોવાનું કહ્યું હતું. અમે આજીડેમ ચોકડીથી આગળ સાઇડમા ઉભા રહેલ હતા અને ત્યા માજીએ અમને સોનાની માળાના બે કટકા બતાવી ચેક કરવા આપી દીધા હતાં. આથી આ લોકો ઉપર મને વિશ્વાસ બેસી ગયો હતો.

મોરબીમાં મોબાઇલ ફોનની ચોરી માટે ધરપકડ થઈ હતી
પોલીસે મળેલી બાતમી આધારે પ્લાસ્ટીકના ફુલ બનાવવાનું કામ કરતાં અર્જુન પનાભાઇ સોલંકી (મારવાડી)ને પકડી પાડ્યો છે. પકડાયેલ આરોપીએ અન્ય એક યુવાન રાજકોટ માલધારી સોસાયટી-૪માં રહેતાં અશ્વિનભાઇ પ્રવિણભાઇ ભાટીને પણ સોનાનું મોતી વેંચવાના નામે વિશ્વાસમાં લઇ છેતરપીંડી કર્યાનું ખુલ્યું છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે અર્જુન અગાઉ મોરબી શહેરમાં મોબાઇલ ફોનની ચોરીમાં પોલીસ ચોપડે પકડાય ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...