થર્ટી ફર્સ્ટની પાર્ટી મોંઘી પડી:રાજકોટની મારવાડી યુનિ. કોરોનાનું હોટસ્પોટ, આજે 10 વિદ્યાર્થીઓ સંક્રમિત, 1 બિલ્ડીંગ કન્ટેન્મેન્ટ ઝોનમાં, કેસના આંકડા છૂપાવવાની રમત શરૂ

રાજકોટ13 દિવસ પહેલા
થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમો ભૂલ્યા હતા
  • 7 દિવસમાં 50 વિદ્યાર્થીઓ સંક્રમિત થયાની ચર્ચા, તંત્રએ મૌન સેવ્યું

રાજકોટમાં કોરોનાએ માઝા મૂકી છે. આજે શહેરમાં નવા 203 કેસ નોંધાયા છે. ત્યારે શિક્ષણધામ મારવાડી યુનિવર્સિટી કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. 31 ડિસેમ્બરે મારવાડી યુનિવર્સિટીમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા હતા. પાર્ટીના 48 કલાક જ કોરોના વાયરસ એક બાદ એક વિદ્યાર્થીને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. આજે 10 વિદ્યાર્થઓ સંક્રમિત થયા છે. જ્યારે થર્ટી ફર્સ્ટ બાદ આજે સાતમાં દિવસે કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની સંખ્યા 50 થઇ હોવાની ચર્ચા થઇ રહી છે. જોકે, આ અંગે તંત્રએ મૌન સેવ્યું છે. યુનિવર્સિટીની એક બિલ્ડીંગ કન્ટેન્મેન્ટ ઝોનમાં ધકેલી દેવામાં આવી છે. જોકે તંત્ર અને યુનિવર્સિટી બંને કેસ છૂપાવવા સક્રિય બની છે.

યુનિ.ના રજિસ્ટ્રાક કહે છે હોસ્ટેલનો એક માળ કન્ટેન્મેન્ટ ઝોનમાં ધકેલાયો
આ અંગે મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેશ જાડેજાએ જણાવ્યું હતું કે, 5 જાન્યુઆરીએ 3 વિદ્યાર્થિનીઓ પોઝિટિવ આવી હતી. આજે વધુ બે 2 વિદ્યાર્થિનીઓ પોઝિટિવ આવી છે. આથી હોસ્ટેલનો એક માળ કન્ટેન્મેન્ટ ઝોનમાં ધકેલાયો છે. જોકે, રાજકોટ જિલ્લાના આરોગ્ય વિભાગના ચોપડે તમામ કેસ ગાયબ છે. ગઇકાલના રિપોર્ટમાં રાજકોટ તાલુકામાં શૂન્ય કેસ બતાવવામાં આવ્યા હતા. આજે 5 કેસ બતાવવામાં આવ્યા છે. જે પૈકી 4 પુરૂષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. 1 મહિલા જેની ઉંમર 71 વર્ષ છે.

1 હજાર વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા હતા.
1 હજાર વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા હતા.

ત્રણ દિવસથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે
ત્રણ દિવસથી મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. એક આખી બિલ્ડીંગને કન્ટેન્મેન્ટ ઝોનમાં ધકેલી દેવામાં આવી છે. જિલ્લાના અને અન્ય શહેરના જ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે વિદેશના વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ વિદેશના વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા નથી. આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડો.શાહે જણાવ્યું હતું કે, મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

પાર્ટીમાં 1 હજાર યુવક-યવતીઓએ ડાન્સ કર્યો હતો
મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે થર્ટી ફર્સ્ટની ડીજે પાર્ટી યોજાઈ હતી. જેમાં ડીજેના તાલે 1 હજાર જેટલાં યુવક-યુવતીઓ ઝૂમ્યાં હતાં. આ મુદ્દે કુવાડવા પોલીસે કોલેજના મ્યુઝિકના પ્રોફેસર, ઇવેન્ટ કોન્ટ્રાક્ટર અને ડીજે વગાડનાર વોર બ્રધર્સ અનુક્રમે માલવ મારૂ, પાર્થ પટેલ, શીવા આચાર્ય અને જીગર મહેતાની અટકાયત કરી હતી. તે સમયે રાજકોટ ઝોન 2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસે રાત્રે તપાસ કરતાં પાર્ટી પૂર્ણ થઈ ગઈ હતી. આ વીડિયો મામલે CCTV ફૂટેજ માટે DVR મેળવી તપાસ કરાશે.

પાર્ટીમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હતો.
પાર્ટીમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હતો.

પાર્ટી ચાલતી હતી એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી હતી: સૂત્રો
આ મુદ્દે મારવાડી યુનિવર્સિટીનાં સૂત્રોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, પાર્ટી ચાલતી હતી એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી હતી અને પાર્ટી બંધ કરાવી બધાને હોસ્ટેલ જવાની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે આ પાર્ટી રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં યોજાઈ હતી, પરંતુ પોલીસે ગુનો દાખલ કરવાની જગ્યાએ બધાને જવા દેતાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.

ખુલ્લા મેદાનમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું
રાજકોટ મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મારવાડી યુનિવર્સિટીમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્ય અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હોસ્ટેલમાં પણ 1000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 900 જેટલા વિદેશી વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. થર્ટી ફર્સ્ટની રાત્રિના હોસ્ટેલ ખાતે કોલેજ કેમ્પસ ખાતે ખુલ્લા મેદાનમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલાં યુવક-યુવતીઓ જોડાયાં હતાં અને ડીજેના તાલે ઝૂમ્યાં હતાં.

પાર્ટી બાદ એક પછી એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવા લાગ્યો.
પાર્ટી બાદ એક પછી એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવા લાગ્યો.

પાર્ટીમાં યુવક-યુવતીના ચહેરા પર માસ્ક જોવા મળ્યું નહોતું
રાજકોટ-મોરબી રોડ પર બેડી અને ગૌરીદળ ગામની વચ્ચે આવેલી આ મારવાડી યુનિવર્સિટી કુવાડવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે. આ પાર્ટીમાં એક પણ યુવક-યુવતીના ચહેરા પર માસ્ક જોવા મળ્યું નહોતું અને સોશિયલ સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું નહોતું. મન મૂકીને યુવાવર્ગ ડીજે પાર્ટીમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમને જાણે કોરોનાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય એવું લાગી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...