રાજકોટ ક્રાઇમ ન્યુઝ:શહેરમાં ઈજાગ્રસ્ત નાની બહેનની સેવા કરતી પરિણીત બહેન પર ભાઈ-બહેનનો છરી વડે ઘાતકી હુમલો

રાજકોટ2 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર
  • સરધાર ગામે પીજીવીસીએલની કચેરીમાં ‘અમારો પાવર કેમ બંધ કર્યો’ કહી જુનિ.ઇજનેર પર હુમલો
  • વગડીયાવાસમાં યુવકે દારૂના નશામાં ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી

રાજકોટ શહેરના ચુનારાવાડ નજીક શિવાજીનગર-16 માં રહેતી અને કેટરીંગનું કામ કરી પરિવારને મદદરૂપ થતી કોળી પરિણીતા આશાબેન નાનજી ધોળકીયા (ઉ.વ.35) સાથે તેના જ સગા મોટા ભાઇ રવિ કનુભાઇ સોલંકી અને નાની બહેન કોમલે હુમલો કરી માર મારી છરી ઝીંકી દઇ મારી નાખવાની ધમકી આપતાં સારવાર હેઠળ છે. આશાબેન સિવિલમાં દાખલ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એચ. બી. વડાવીયાએ તેણીની ફરિયાદ પરથી તેના મોટા ભાઇ રવિ અને નાની બહેન કોમલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

છરી કાઢી કમર પાછળ ઘા ઝીંકી દીધા
આશાબેનના કહેવા મુજબ તેના પતિ છુટક મજૂરી કરે છે. પોતે કેટરીંગ કામ કરે છે અને સંતાનમાં ત્રણ પુત્ર છે. પોતાનાથી નાની બહેન પારસબેનને અકસ્‍માતમાં ઇજા થઇ હોઇ પોતે તેની મદદ કરવા ગઇ હતી અને તેણીને દવાખાને લઇ જઇ તેની દેખભાળ રાખી હતી. આ વાત ભાઇ રવિ અને બહેન કોમલને ન ગમતાં સાંજે ઘરે આવી ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. બાદમાં કોમલે તેણીને પકડી રાખી હતી અને ભાઇ રવિએ છરી કાઢી કમર પાછળ ઘા ઝીંકી દઇ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આશાબેન સારવાર હેઠળ છે. પોલીસે હુમલો કરી ભાગી ગયેલા ભાઇ-બહેનની શોધખોળ હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વગડીયાવાસમાં યુવકે દારૂના નશામાં ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી
રાણાવાવના વગડીયાવાસમાં રહેતાં વિજય ખોડુભાઇ પરમાર (ઉ.વ.20) નામના યુવાને રાતે નવેક વાગ્‍યે પંખામાં પ્‍લાસ્‍ટીકની દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં બેભાન હાલતમાં નીચે ઉતારી રાણાવાવ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. જે બાદ હોસ્પિટલ ચોકીના સ્ટાફે રાણાવાવ પોલીસને જાણ કરી હતી. વિજય ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો છે. તે છુટક મજૂરી કરે છે. દારૂનો નશો કરવાની આદત હોઇ નશામાં જ આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું હાલ રાણાવાવ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સરધાર ગામે પીજીવીસીએલના ઇજનેર પર હુમલો
સરધાર ગામે પીજીવીસીએલના ઇજનેર પર હુમલો

‘અમારો પાવર કેમ બંધ કર્યો’ કહી જુનિ.ઇજનેર પર હુમલો
સરધાર ગામે પીજીવીસીએલના ઇજનેર પર હુમલો કરી ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. સરધારની શ્રીરામ સોસાયટી-2માં રહેતા અને પીજીવીસીએલની સરધાર ગામે પેટા કચેરીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ગૌરવભાઇ વિરસંગભાઇ સોલંકીએ ઉમરાળી ગામે રહેતા ઘનશ્યામ મેતા સામે હુમલો કરી ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં સરધામ ગામ પીજીવીએલ વિભાગની કચેરીના જુનિયર એન્જીનયર ગૌરવ સોલંકીને આરોપી ઘનશ્યામભાઈ મેતા ‘અમારો પાવર કેમ બંધ કર્યો’ કહી ગાળો આપીને તેના આસિસ્ટન્સ ઈજનેર ગોહિલ અમરસિંહને જાહેરમાં ઘનશ્યામભાઈ મેતાએ ફડકો ઝીકી દીધા અંગેનો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જાહેર માર્ગ ઉપર ઘનશ્યામભાઈ મેતાએ લાકડી વડે હુમલો કરી ફડાકા ઝીકીતા જોવા મળે છે.પીજીવીસીએલના કર્મચારીને વયોવૃદ્ધ વડીલએ ગાડીમાંથી દાતરડા જેવું હથિયાર કાઢી ધમકી આપતા પણ નજરે પડે છે.બનાવ અંગે આજીડેમ પોલીસે મારમારી-ફરજરુકાવાટ-ધમકી સહિતની કલમો હેઠળ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરાર આરોપી ઝડપાયો
ફરાર આરોપી ઝડપાયો

8 વખત પોલીસ ચોપડે ચડી ચુકેલો ફરાર આરોપી ઝડપાયો
રાજકોટ શહેરમાં પ્રોહિબિશન તથા મારામારીના ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસ્તા ફરતા આરોપી મિલન ગોંડલિયાની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી મિલન ગોંડલીયા અગાઉ પણ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે 8 વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો છે તેમજ એક વખત વર્ષ 2019 માં પાસા હેઠળ જેલ વાસ પણ ભોગવી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...