એજ્યુકેશન:આજથી ધો.12 સાયન્સની માર્કશીટ વિતરણ કરાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 12ના અને ગુજકેટના ગુણપત્રકો DEOમાં આવશે: 21મી સુધીમાં વિતરણ કરવા સૂચના

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યા બાદ આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ધો.12ની પરીક્ષાના પ્રમાણપત્ર અને ગુજકેટના ગુણપત્રક આવી જશે. 21મી સુધીમાં શાળાઓમાં આ પ્રમાણપત્ર વિતરણ કરવાની કામગીરી કરવા બોર્ડ દ્વારા જણાવાયું છે.

માર્ચ/એપ્રિલ-2022 ના ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને GUJCET ના ગુણપત્રકો, એસ.આર. અને પ્રમાણપત્રો તમામ જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે તા.20ના રોજ પહોંચાડવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને GUJCET ના ગુણપત્રકો, એસઆર અને પ્રમાણપત્રો વિતરણ કરવા અંગેનું આયોજન કરી તા.21ના રોજ જિલ્લાની વિજ્ઞાનપ્રવાહની શાળાઓને પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થા ગોઠવવી. શાળાઓએ તા.23 સુધીમાં વિદ્યાર્થીઓને પરિણામ વિતરણની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. ગુજરાત સિવાય અન્ય બોર્ડના ઉમેદવારોની GUJCET-2022 ની માર્કશીટ ટપાલ દ્વારા મોકલી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...