કોરોના વાઇરસની મહામારીને લઇને સરકાર દ્વારા 3 મે સુધી લોકડાઉન રાખવામાં આવ્યું છે. પરંતુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે શાકભાજી, કરિયાણાની દુકાનો અને માર્કેટ યાર્ડને છૂટછાટ આપી છે. અમદાવાદ 7 શાકભાજીવાળાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં રોજ માનવ મહેરામણ ઉમટી પડે છે અને રીતસર મેળો ભરાણો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કરવા ભેગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આ મનાવ મેદની કોરોનાને ગંભીરતાથી લેતી નથી અને અમદાવાદવાળી થતા સ્હેજ એ પણ વાર નહીં લાગે. જો રોજ આવા જ દ્રશ્યો જોવા મળશે તો કોરોનાનું સંક્રમણ વધતા વાર નહીં લાગે તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે.
હરાજી સમયે માસ્ક કાઢી નાખે છે
બીજી તરફ રાજકોટના બેડી યાર્ડમાં ખેડૂતોના પાકની હરાજી સમયે સોશિયલ ડિસ્ટન્સીંગમાં પૂરી તકેદારી રાખવામાં આવે છે. તેની સામે શાકભાજી વિભાગમાં બેદરકારી જોવા મળે છે. શાકભાજીના ખરીદ-વેચાણ સમયે ખેડૂતો, વેપારીઓ વચ્ચે જરા પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. તેઓ માસ્ક પહેરીને આવે છે પણ હરાજી સમયે કાઢી નાખે છે અને આજુબાજુમાં ઉભા રહી જાય છે. યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે પ્લેટફોર્મની સંખ્યા પણ વધારવામાં આવી છે. જે ખેડૂતો અને વેપારીઓએ માસ્ક બાંધ્યા હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે. આ માટે મોનિટરીંગ પણ સતત કરવામાં આવે છે. આમ ખેડૂતો અને વેપારીઓ લાપરવાહી રાખીને કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.