તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધસારો:ગિરનાર ટેમ્પલ રોપવેમાં 4 કલાકનું વેઇટિંગ હોવા છતાં પ્રવાસીઓની લાંબી લાઇન લાગી, કોરોના ગાઇડલાઇન્સનો ઉલાળ્યો

જૂનાગઢ6 મહિનો પહેલા
ગિરનાર ટેમ્પલ રોપવેની સફર માણવા પ્રવાસીઓની લાંબી લાઇન લાગી. - Divya Bhaskar
ગિરનાર ટેમ્પલ રોપવેની સફર માણવા પ્રવાસીઓની લાંબી લાઇન લાગી.
  • પ્રવાસીઓમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો

દિવાળીના વેકેશનને લઈને સૌરાષ્ટ્રવાસીઓએ લાંબા પ્રવાસને બદલે જૂનાગઢ અને સાસણગીર તરફ ટૂંકા પ્રવાસનું આયોજન કર્યું છે. કોરોના મહામારીને કારણે લાંબું ટ્રાવેલિંગ કરવું હિતાવહ ન લાગતાં લોકો જૂનાગઢ અને સોમનાથ તરફ આકર્ષાયા છે. આજે ભાઈબીજના દિવસે ગિરનાર ટેમ્પલ રોપવેની સફર માણવા લોકોનો સતત બીજા દિવસે પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગિરનાર ટેમ્પલ રોપવેમાં 4 કલાકનું વેઈટિંગ હોવા છતાં લોકોની લાંબી લાઈન લાગી છે. જોકે અહીં કોરોનાની ગાઈડલાઈન્સનો ઉલાળ્યો થતો જોવા મળી રહ્યો છે.

પ્રવાસીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો
ગિરનાર ટેમ્પલ રોપવેની મજા માણવા આવેલા પ્રવાસીઓમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. ટિકિટ બારીથી અંદાજે 500 મીટર જેટલી લાઈન જોવા મળી રહી છે. ગિરનાર ટેમ્પલ રોપવેથી અંબાજી મંદિરે માત્ર 8 મિનિટમાં જ પહોંચી શકાય છે. જ્યારે પગપાળા 4 કલાક જેવો સમય લાગે છે, આથી રોપવેમાં બેસી અંબાજી મંદિર જઈ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

રોપવેની ટિકિટને લઈને વિવાદ ચાલી રહ્યો છે
ગિરનાર ટેમ્પલ રોપવે બનાવનાર અને સંચાલન કરનાર ઉષા બ્રેકો કંપની દ્વારા એક વ્યક્તિદીઠ 700 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે, પરંતુ આ ટિકિટ સામાન્ય લોકોને પરવડે તેમ ન હોય ભાવ ઘટાડવા અંગે વિવાદ ચાલી રહ્યો છે, જેમાં રાજકીય, સામાજિક અને સંત સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જોકે દિવાળીના વેકેશનમાં રોપવેની મજા માણવા લોકોની ભીડ ઊમટી પડી છે.

(અતુલ મહેતા, જૂનાગઢ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો