તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી મીઠી મધૂર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થયું છે.એકબાજુ કોરોનાના કહેરને લઈને ત્રીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. તો બીજી તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની અઢળક આવક સાથે માર્કેટ યાર્ડ કેરીથી ઉભરાય જવા પામ્યું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીના આગમનની તો કેસર કેરીની સિઝનનો પ્રારંભ થાય ત્યારે સૌ પ્રથમ કેસર કેરીની પહેલા ગોંડલ માર્કેટ યાર્ડમાં દર વર્ષે હાફુસ કેરીની આવક થતી હોય છે. પરંતું આ વર્ષે કેસર કેરીના આગમન પહેલા હાફુસ કેરીનું આગમન હવામાન અનુકુળ ન હોવાથી 25થી 30 દિવસ મોડું થયું છે. જેને કારણે યાર્ડમાં હાફુસ કેરીની સાથે કેસર કેરીનું આગમન એકીસાથે જોવા મળ્યું છે. ગોંડલ યાર્ડંમાં હાફુસ કેરીની આવક 2000 કેરેટ અને રત્નાગીરી હાફુસની આવક 300 પેટીની જોવાં મળી છે. અને હાફુસ કેરીના 20 કિલોના કેરેટના ભાવ હરાજીમાં રૂપિયા 1400થી લઈને 1500 સુધી બોલાયા હતાં.
આ વર્ષે કેસર કેરી પકવતા ખેડૂતોને બેવડો માર પડ્યો છે
ગોંડલ માર્કેટ યાર્ડ કેસર કેરીની રોજીંદી 14થી15 હજાર બોક્સની આવક થાય છે. આ સાથે જ હરાજીમાં કેસર કેરીના સાડા દસ કિલોના બોક્સના ભાવ રૂપિયા 400થી લઈને 800 સુધીના બોલાયા હતા. તેમ છતાં ઉના સાસણગીર પંથકમાં આ વર્ષે કેસર કેરી પકવતા ખેડૂતોને માવઠાનો માર, લોકડાઉન અને મજૂરોની અછત વચ્ચે વ્યાપક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કેરીની ખેતી કરતા ખેડૂતોને ઉત્પાદનમાં વધતા જતાં ખેતી ખર્ચો વચ્ચે કેસર કેરીના યોગ્ય ભાવ ન મળતાં હોવાનું દુ:ખ ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે. ગોંડલ માર્કેટ યાર્ડ ભલે લોકડાઉન વચ્ચે મીઠી મધૂર કેસર કેરીથી ઉભરાય રહ્યું હોય પરંતું સ્વાદપ્રેમીઓ માટે કેસર કેરીની સિઝન કેટલી લાંબી ચાલશે અને ફળોની રાણી પોતાનો મીઠો મધૂર સ્વાદ કેટલો સમય ચખાડશે એ જોવાનું રહ્યું.
(હિમાંશુ પુરોહિત, દેવાંગ ભોજાણી, ગોંડલ)
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.