રાજકોટમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરુ થઈ છે. જેમાં ફટાકડા ફોડી, ઢોલ નગારાના તાલે સ્વાગત કરાયું છે. હાલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમણે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આશીર્વાદ લીધા હતા. આ સમયે કાર્યકરોએ મુખ્ય માર્ગો પર ભાજપ કાર્યકરોએ ફૂલથી સ્વાગત કર્યું હતું. બાદમાં અટલ બિહારી બાજપાઈ ઓડીટોરિયમ ખાતે શુભેચ્છા બેઠક યોજાઈ હતી. અહીં તેમણે પાટીદાર આગેવાનોને સંબોધતા કહ્યું હતું કે- પાટીદાર એટલે ભાજપ, મોદીએ સમાજને મહત્વ આપ્યું છે. આ ઉપરાંત તેઓ 100 જેટલા તબીબો સાથે બેઠક પણ કરી હતી.
ખોડલધામમાં મનસુખ માંડવીયાએ આનંદીબેન પટેલને યાદ કર્યા
મંત્રી માંડવિયાએ સરદાર પટેલથી લઈ આનંદીબેન કેશુભાઈ પટેલને યાદ કર્યા હતા. ખોડલધામમાં મનસુખ માંડવીયાએ આનંદીબેન પટેલેને યાદ કરતા જણાવ્યું હતું કે, આનંદીબેન પટેલે સત્તાનું કર્તવ્ય અને સમાજ પ્રત્યેની જવાબદારીમાં સત્તાના કર્તવ્યને મહત્વ આપ્યું હતું. સત્તા ગઇ તો ગઇ પરંતુ સત્તાના કર્તવ્યને પ્રાધાન્ય આપ્યું હતું.
પાટીદાર સમાજને પ્રભુત્વ મળ્યુ છે તેનાથી સંતુષ્ટ છે
આ અંગે જેરામ પટેલે જણાવ્યું હતું કે,પક્ષમાં પાટીદાર સમાજને પ્રભુત્વ મળ્યુ છે તેનાથી સંતુષ્ટ છે.અને આગળના વર્ષોમાં પણ પાટીદાર સમાજ વિકાસની નવી દિશા સર કરશે. આ ઉપરાંત કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ આપ્યું છે, કેબિનેટમાં બે મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ખોડલધામમાં મંત્રીના હસ્તે ધ્વજારોહણ
ઉલ્લેખનીય છે કે તેઓ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસકામો લોકો સુધી પહોચાડવા માટે જન આશીર્વાદ યાત્રા શરુ થઇ છે. રાજકોટથી ભાવનગર અને ઉંઝાથી અમરેલી સુધીના પ્રવાસમાં તેમનું સ્વાગત, સભા સહિતના કાર્યક્રમો યોજાશે. ખોડલધામમાં મનસુખ માંડવિયાના હસ્તે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું.
બોટાદ અને વલ્લભીપુર થઇ ભાવનગર પહોચશે
રાજકોટમાં માંડવીયાના સ્વાગતમાં મેયર પ્રદીપ ડવ, ભાજપ કાર્યકરો જોડાયા હતા. આજે ગોંડલ, વીરપુર, ખોડલધામ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જૂનાગઢ. બીજા દિવસે એટલે કે શુક્રવારે જૂનાગઢ પત્રકાર પરિષદ બાદ વિસાવદર, ધારી, ચલાલા, પાલીતાણા જશે. શનિવારે પાલીતાણા વેક્સિન સેન્ટરની મુલાકાત બાદ સોનગઢ, બોટાદ અને વલ્લભીપુર થઇ ભાવનગર પહોચશે. જયારે અન્ય કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા ગુરુવારે ઉંઝા મંદિરે દર્શન કરી વિસનગર, મહેસાણા, મોરબી જશે. બીજા દિવસે ટંકારા, શાપર – વેરાવળ અને સરધારમાં સાંજે 6 વાગ્યે ગ્રામ પંચાયતના મેદાનમાં સભા સંબોધશે. ત્રીજા દિવસે સરધારમાં પત્રકાર પરિષદ બાદ આટકોટ, જસદણ, બાબરા, અમરેલી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.