ભાસ્કર વિશેષ:મનપાના ફ્રી વાઈફાઈનો સૌથી વધુ ઉપયોગ રેસકોર્સની પાળી અને પ્રેમમંદિર પાસે, સૌથી ઓછું નેટ લવ ગાર્ડનમાં વપરાય છે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મનપાએ શહેરમાં લગાવેલા ફ્રી વાઈફાઈમાં મહિને વપરાયો 4648 જીબી ડેટા
  • { પ્રત્યેક ફોન નંબર પર મહાપાલિકા 2 જીબી ડેટા 8 MBPSની સ્પીડ પર આપે છે, શહેરમાં કુલ 13 વાઈફાઈ હોટસ્પોટ

રાજકોટ મહાનગરપાલિકા ઘણા સમયથી 13 સ્થળોએ ફ્રી વાઈફાઈ સેવા પૂરી પાડે છે અને તેમાં પ્રતિ ફોન નંબર 2 જીબી ડેટા 8 એમબીપીએસની સ્પીડ પર આપે છે. 4જી સેવાને કારણે કોઇપણ ઓપરેટર રોજનું એકથી દોઢ જીબીનું પેક આપે છે આમ છતાં ઈન્ટરનેટનો ઉપયોગ વધુ થતો હોવાથી લોકો મનપાની ફ્રી વાઈફાઈ સેવાનો ઉપયોગ કરે છે અને તેમાં મહિને અધધ 4648 જીબી ડેટા વપરાયો છે.

સૌથી વધુ વપરાશ રેસકોર્સની પાળીઓ પરથી તેમજ પ્રેમમંદિર પાસેના બગીચાઓમાં થયો છે જ્યારે સૌથી ઓછો ઉપયોગ રેસકોર્સમાં જ સ્થિત લવ ગાર્ડનમાં થયો છે. મનપાની આ સેવા ઓટીપી આધારિત છે એટલે જો કોઇ વ્યક્તિના ફોનમાં બે સીમકાર્ડ હોય તો તે વ્યક્તિ 4 જીબી ડેટા પણ વાપરી શકે છે. રોજ આ ડેટાનો ઉપયોગ કરતા હોય તેવા 197 લોકો છે જ્યારે એક મહિનામાં કુલ 5885 લોકોએ વાઈફાઈના ઉપયોગ માટે ઓટીપી મેળવ્યા છે.

12 એપ્રિલથી 11 મે સુધીનો ફ્રી વાઈફાઈ સેવાનો ડેટા

ક્રમહોટસ્પોટકુલ યુઝરડેઈલી યુઝરઅપલોડ(GB)ડાઉનલોડ(GB)કુલ(GB)
1આજી ડેમ6492250500549.75
2એસ્ટ્રોન ચોક15261593108.05
3ભગવતસિંહજી ગાર્ડન4451520266285.83
4ભક્તિનગર સર્કલ7481622338360.56
5પ્રેમમંદિર9233164827890.95
6શેઠ હાઈસ્કૂલ સામેનો બગીચો4181423307330.43
7જ્યુબિલી ગાર્ડન-મ્યુઝિયમ95378187.6
8પારુલ ગાર્ડન, ઈસ્ટ ઝોન3501216216232.17
9પ્રદ્યુમ્ન પાર્ક109468187.21
10રેસકોર્સ લવ ગાર્ડન80367075.75
11રેસકોર્સ રોડ13294474875949.08
12શારદાબાગ13241596111.69
13સોરઠિયાવાડી7252442537579
કુલ5885197360.244287.844648.07

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...