તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:નવા પદાધિકારીઓ ન આવે ત્યાં સુધી મનપાનું બજેટ નહીં

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવી બોડી બન્યા બાદ કાર્યવાહી આગળ વધશે
 • 20 એપ્રિલ સુધીમાં રજૂ કરી શકાશે

રાજકોટ મનપાના અધિકારીઓએ 20 ફેબ્રુઆરી પહેલા બજેટ મંજૂર કરવું ફરજિયાત હોવાથી તમામ તૈયારી કરી લીધી હતી. આ અંગે સરકારનું માર્ગદર્શન પણ માગવામાં આવ્યું હતું. જેમાં સરકારે નવા પદાધિકારીઓ આવ્યા બાદ બજેટ આપવા સૂચના આપવામાં આવી છે. આ માટે બે માસનો સમય આપવામાં આવ્યો છે.

મનપાની ચૂંટણીની 23મીએ મત ગણતરી થઇ જાય તો પણ નવા મેયરની ચૂંટણી માર્ચના બીજા અઠવાડિયામાં (સંભવત 5 થી 10 માર્ચ વચ્ચે) થવાના અત્યારના સંજોગો છે. બજેટ માટેની મુદ્દતમાં સરકારે બે માસનો વધારો આપ્યો છે. નવા કોર્પોરેટર્સ ચૂંટાયા પછી બે-ત્રણ દિવસમાં ગેઝેટમાં નામ આવી શકે છે. જોકે પંચાયતોની ચૂંટણી તા.28મીએ છે. તેનું પરિણામ તા.2 માર્ચે છે. ત્યાં સુધી આચારસંહિતા અમલમાં હોવાથી નવા મેયર ડે.મેયરની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ શકશે નહિ. હવે 20 એપ્રિલ સુધીમાં બજેટ સ્ટેન્ડિંગ સમિતિ અને સામાન્ય સભામાં મંજૂર કરવાનું રહેશે. નવી ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં આવ્યા બાદ કમિશનર બજેટની કાર્યવાહી આગળ વધારશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો