તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બજારોમાં ત્રાટકી મનપાની ટીમ, દંડમાં સંયમ રાખી નિયમપાલન, દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી લારી જપ્ત કરી

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં કોરોનાના કેસ વધતા હવે મનપાએ એન્ફોર્સમેન્ટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે અને મંગળવારે એક જ દિવસમાં ત્રણેય ઝોનમાં મનપાની દબાણ હટાવ શાખાની ટીમો ત્રાટકી હતી. મનપાની દબાણ હટાવ શાખાની ટીમે જંક્શન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, જ્યુબિલી, સાધુવાસવાણી રોડ, પરાબજાર સહિતના વિસ્તારોમાં અલગ અલગ ટીમો ત્રાટકી હતી અને રસ્તા પર શાકભાજી, પાણીપુરી તેમજ નાસ્તાના ધંધાર્થીઓ પર તૂટી પડી હતી અને દબાણો દૂર કર્યા હતા. જ્યાં જ્યાં ટોળાં દેખાયા ત્યાં વિખેરાયા હતા જોકે માસ્કનો દંડ કરાયો નથી.

નાયબ કમિશનર એ.આર. સિંઘના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મનપાની ટીમ એન્ફોર્સમેન્ટ પર વધુ ધ્યાન આપશે. જ્યાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમનો ભંગ થશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. ટોળાં હશે ત્યાં દૂર કરવામાં આવશે જોકે માસ્કના દંડ નહીં ઉઘરાવાય હાલ પૂરતા લોકોને સમજાવવામાં આવશે પણ ધીરે ધીરે કાર્યવાહી કડક કરાશે અને થોડા દિવસો બાદ પણ જો આવા નિયમભંગ થતા રહેશે તો દંડ ફટકારાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો