વન વીક વન રોડ ઝુંબેશ:રાજકોટમાં મનપાની ટીમે યુનિ. રોડ પર 1 કેબિન અને 120 બેનર જપ્ત કર્યા, ગેરકાયદેસર બાંધકામ તોડ્યું, 24 લાખનો વેરો વસૂલ્યો

રાજકોટ13 દિવસ પહેલા
દુકાન બહાર પતરાની છાજલીઓ તોડી પાડવામાં આવી.
  • વેરા વસુલાત શાખાએ 86 આસામીઓ પાસેથી 23,96,000ની વસુલાત કરી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય 48 માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વેસ્ટ ઝોન વિસ્તારના યુનિ. રોડ રોડ ખાતે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવ શાખા દ્વારા 1 કેબિન અને 120 બેનરની જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ વારે વસુલાત શાખાએ 86 આસામીઓ પાસેથી 23,96,000ની વસુલાત કરી હતી.

વેરા વસુલાક શાખાએ કરેલી કામગીરી
વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં. 9 અને 10માં સત્યમ 2 કોમ્પલેક્સ, શિવમ કોમ્પલેક્સ, કે-કોર્નર, હરભોલે આર્કેડ 2, વિનીત એપાર્ટમેન્ટ, ફોર્ચ્યુન સ્ક્વેર, પાર્થ પ્લાઝા, હર ભોલે આર્કેડ, ક્રિષ્ના કોનાર્ક, દ્વારકેશ એપા., માનવ આર્કેડ, ન્યુ. એમ્પાયર બિલ્ડિંગ, ગંગા જમના સરસ્વતી એપા., વગેરેમાંથી કુલ 52 મિલકતો પાસેથી કુલ રૂ.14 લાખ 19 હજાર રૂપિયાના મિલકત વેરાની વસુલાત કરવામાં આવી હતી. તેમજ 34 આસામીઓ પાસેથી 6 લાખ 77 હજારની વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે વ્યવસાય વેરા માટે કુલ 135 આસામીઓને સુનાવણી નોટિસ આપવામાં આવી છે.

રસ્તાની સાફ-સફાઈ કરાઈ.
રસ્તાની સાફ-સફાઈ કરાઈ.

બાંધકામ શાખા દ્વારા કરવામાં આવેલી કામગીરી

  • સ્ટોર્મ વોટર મેનહોલ સફાઇ સંખ્યા- 7
  • ડ્રેનેજ મેન હોલ સફાઇ સંખ્યા- 51
  • પાણીની વાલ્વ ચેમ્બેર સફાઇ સંખ્યા- 22
  • ફૂટપાથ રિપેરિંગ (ચો.મી.)- 8
  • પેવિંગ બ્લોક રિપેરિંગ (ચો.મી.)- 5
  • રબ્બીશ ઉપાડવાનું કામ (ઘ.મી.)- 15
ગેરકાયદેસર દબાણ હટાવવા ટીમ ઉતરી હતી.
ગેરકાયદેસર દબાણ હટાવવા ટીમ ઉતરી હતી.

સ્માર્ટ પાર્કિંગની મનપા કમિશનરે વિઝીટ કરી
રાજકોટ શહેરને સ્માર્ટ બનાવવા માટે સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ સુવિધાથી સજ્જ બનાવવામાં આવી રહ્યું છે. શહેરમાં અલગ અલગ 25 સ્થળોએ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે. જેમાંનું એક સ્માર્ટ પાર્કિંગ ઢેબર રોડ, નાગરિક બેંક પાસે હાલ બની ગયું છે. જેની આજે મનપા કમિશનર અમિત અરોરાએ વિઝીટ કરી હતી. સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ પાર્કિંગમાં સ્માર્ટ સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેમાં પાર્કિંગ કરેલા વાહનોનું સ્ટેટ્સ ઓનલાઈન જાણી શકાશે. સ્માર્ટ પાર્કિંગમાં વાહન પાર્ક કરવા માટે જગ્યા છે કે નહીં તેની પણ માહિતી મેળવી શકાશે. વાહન પાર્ક કરવા માટે ઓનલાઇન અને ઓફલાઈન(સ્થળ પર) પણ સ્લોટ બુક કરી શકશે.

ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું.
ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું.