સુવિધા:રાજકોટમાં રક્ષાબંધન પર મનપાની ભેટ, સિટી અને BRTS બસમાં મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ભાઈબીજ, રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મનપા દ્વારા મહિલાઓને ફ્રીમાં મુસાફરી કરાવવામાં આવે છે

ભાઈબીજ, રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં તમામ મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવે છે. જે અન્વયે 22-08-2021 રવિવારના રોજ રક્ષાબંધનના દિવસે મહિલાઓ સિટી અને BRTS બસમાં ફ્રીમાં મુસાફરી કરાવવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. આથી આજે રાજકોટની મહિલાઓ ફ્રીમાં મુસાફરીનો લાભ મળશે.

ઘણા વર્ષોથી રક્ષાબંધન તથઆ ભાઈબીજે ફ્રીમાં મુસાફરી કરાવામાં આવે છે
રાજકોટના મેયર ડો. પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં મહિલાઓને ફ્રીમાં મુસાફરીની સવલત આપવામાં આવે છે. કોરોના મહામારીને કારણે માસ્ક પહેરવું તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને ભીડ ન થાય તેની ખાસ તકેદારી રાખવા અપીલ કરી હતી.

ફ્રી બસ સેવાનો લાભ લેવા મનપાની અપીલ
આ જ રીતે આજે અન્ય તહેવારો નિમિત્તે પણ રાજકોટ મહાનાગપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં તમામ મહિલાઓને આવન-જાવન માટે ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો આ ફ્રી બસ સેવાનો લાભ લેવા બહેનોને અનુરોધ કરવામાં આવ્યો છે.