તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ફેક આઇડી પરથી મનપાની મહિલા કર્મી, તેના પતિને ઇન્સ્ટાગ્રામમાં ગાળો ભાંડી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવતીએ પતિને વાત કરતા યૂઝરને મેસેજ કર્યો તો તેને પણ બીભત્સ શબ્દો કહ્યા
  • ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવનાર પોરબંદરના શખ્સને પોલીસે ઝડપી લીધો

શહેરના જામનગર રોડ વિસ્તારમાં રહેતી મહાનગર પાલિકાની મહિલા કર્મચારી અને તેના પતિને ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવીને ગાળો ભાંડનાર પોરબંદરના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જામનગર રોડ પર નાગેશ્વર એરિયામાં રહેતી 28 વર્ષની યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોરબંદરના યાસીન જુનેદ અગાડીનું નામ આપ્યું હતું.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે તેના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયાછે તેનો પતિ દુબઇમાં કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરેછે. ગત તા.29 માર્ચના યુવતી ઇન્સ્ટાગ્રામમાં લાઇવ હતી ત્યારે અજાણ્યા આઇડી પરથી કોઇ શખ્સે યુવતીને ગાળો ભાંડી હતી, આ અંગે યુવતીએ તેના પતિને વાત કરતા તેના પતિએ તેના આઇડી પરથી ગાળો ભાંડનારને મેસેજ કરી પૃચ્છા કરતા તે શખ્સે યુવતીના પતિને પણ બિભત્સ શબ્દો કહ્યા હતા.

આ અંગે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી, યુવતીને જે આઇડી પરથી બિભત્સ શબ્દો કહેવામાં આવ્યા હતા તે આઇડીનો જે મોબાઇલ નંબર પર ઉપયોગ થતો હતો ત્યાં સુધી પોલીસ પહોંચી ગઇ હતી અને યુવતીને ગાળો ભાંડનાર પોરબંદરના મેમણવાડાના યાસીન જુનેદ અગાડીને ઝડપી લીધો હતો. ફેક આઇડી બનાવીને યુવતીઓની પજવણી કરતો હોવાની યાસીને કબુલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...