એન્જિનિયરના પરિવારનો વિલાપ:'રાજકોટ મ્યુનિ.ના અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોની મિલિભગત જ પરેશ જોષીના આપઘાતનું કારણ, ન્યાય આપો'

રાજકોટ7 મહિનો પહેલા
પરેશ જોષીના પત્ની મિલીજોષી મીડિયા સામે આવ્યા
  • પરેશ જોષીએ ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યા હતો
  • કોન્ટ્રાકટર અને અધિકારીઓની મીલીભગત હોવાનો પરિવારનો આક્ષેપ
  • મધુરમ કન્સ્ટ્રક્શન એજન્સીના એન્જીનીયર અને સુપરવાઈઝરનો ત્રાસ આપઘાતમાં કારણભૂત

રાજકોટ મનપાના ઈજનેર પરેશ જોશીએ 31 ડિસેમ્બરના રોજ ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો હતો. જેને પગલે ગઈકાલે તેમના ધર્મપત્નિ મિલીબેન જોષીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં મધુરમ કન્સ્ટ્રક્શન એજન્સીના એન્જીનીયર અને સુપરવાઈઝર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. અને આજે તેમના પરિવારે મીડિયાને જણાવ્યું હતું કે,રાજકોટ મ્યુનિ.ના અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોની મિલિભગત જ પરેશ જોષીના આપઘાતનું કારણ બન્યા છે. અમને ન્યાય આપો

મૃતકની ફાઈલ તસવીર
મૃતકની ફાઈલ તસવીર
મૃતક પરેશ જોષીના પરિવારજનોએ મીડિયા સમક્ષ ન્યાયની અપીલ કરી
મૃતક પરેશ જોષીના પરિવારજનોએ મીડિયા સમક્ષ ન્યાયની અપીલ કરી

સંતાનોની ચિંતા કર્યા વગર આ પગલું ભરી લીધું
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી પાર્કમાં આવેલા પામ યુનિવર્સ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 1404 માં રહેતાં અને મહાનગર પાલિકાના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનીયર પરેશ ચંદ્રકાંતભાઇ જોષી (ઉ.વ.50)એ ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યા બાદ આજે મૃતક પરેશ જોષીના પત્ની મિલીજોષી મીડિયા સામે આવ્યા છે ક્યાં તેમણે વધુ તેમણે જણાવ્યું હતું કે, મારા પતિ એટલા સરળ સ્વભાવના હતા તેઓ ક્યારે પણ આ પગલું ભરે તે વાત કોઈને પણ માનવામાં નથી આવતી પરંતુ કોન્ટ્રાકટરોના દબાવ ના કારણે તેઓએ પરિવાર કે તેમના સંતાનોની ચિંતા કર્યા વગર આ પગલું ભરી લીધું છે માટે હવે તેમના આત્માને શાંતિ મળે તે માટે અમે ન્યાયની માંગ કરી છી અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરીએ છીએ.

ભ્રષ્ટાચારના કારસ્તાન વચ્ચે મારો ભાઈ પીસાઈ ગયો
ભ્રષ્ટાચારના કારસ્તાન વચ્ચે મારો ભાઈ પીસાઈ ગયો

રાજીનામુ આપી દીધું હોત તો પણ પરિવાર ખુશ હોત
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા પતિ ખુબજ નિષ્ઠાવાન હતા કોઈક વાર તેઓ કામ વધુ હોવાથી ઘરે જમવા પણ આવી શકતા ન હતા. તેઓ કામ માટે ક્યારે પણ રાત-દિવસ, ઠંડી ગરમી કે વરસાદ જોયા વગર કામ કરતા હતા. ગઇકાલે હું તેમની ઓફિસે તેમના ટેબલ પર જઈ ખુબ જ રડી હતી. મારા પતિએ આ બધાના ત્રાસથી કંટાળી રાજીનામુ આપી દેવાની જરૂર હતી આ પગલું ભરવાની જરૂર ન હતી અમને અફસોસ છે કે આજે અમારી વચ્ચે નથી.રાજીનામુ આપી દીધું હોત તો પણ પરિવાર ખુશ રહી શકત.

ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી હતી
ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી હતી

અધિકારીઓની મિલીભગતે મારા ભાઈનો જીવ લીધો
બીજી તરફ તેમના ભાઈએ મનપાના અધિકારીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટર અને અધિકારીઓની મીલીભગત છે. તેઓના ભ્રષ્ટાચારના કારસ્તાન વચ્ચે મારો ભાઈ પીસાઈ ગયો અને તેને પોતાનો જીવ ગુમાવી દીધો છે. મારા ભાઈએ અનેક વખત ઉપલા અધિકરીઓને ફોન કરી જાણ કરી છે પણ તેઓ ફોન પણ રિસીવ કરતા ન હતા. કોન્ટ્રાકટર સાથેની અધિકારીઓની મિલીભગતે મારા ભાઈનો જીવ લીધો છે.

મધુરમ કન્સ્ટ્રક્શન એજન્સીના એન્જીનીયર અને સુપરવાઈઝર વિરુદ્ધ ફરિયાદ દાખલ
મધુરમ કન્સ્ટ્રક્શન એજન્સીના એન્જીનીયર અને સુપરવાઈઝર વિરુદ્ધ ફરિયાદ દાખલ

ગામલોકોને તેમના વિરૂધ્ધ ઉશ્કેરશે તેવી ધમકી આપતાં હતાં
ઉલ્લેખનીય છે કે મધુરમ કન્સ્ટ્રક્શનના હાર્દિક ચંદારાણા અને સુપરવાઇઝર મયુર ઘોડાસરા નવાગામમાં આર.સી.સી. રોડના કામની સાઇટ પર ઇજનેર પી. સી.જોષીને ફરકવા દેતાં નહોતાં અને ગામલોકોને તેમના વિરૂધ્ધ ઉશ્કેરશે તેવી ધમકી આપતાં હતાં. ઉપરાંત બીલીંગ પ્રોસેસ તત્કાલ કરી દેવા કહી બંને ઇજનેર સામે ઓફિસમાં જ બેસી રહ્યા હોઇ સતત ત્રાસથી ઇજનેર જોષી કંટાળી જતાં આત્મહત્યા કરવા મજબૂર થયાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર