• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Manpana Bulldozers Returned To Otla Chhapra At 18 Places In Rajkot, 206 Sq.m. On Sadhu Vaswani Road. Pressure Removed In Space

કાર્યવાહી:રાજકોટમાં 18 સ્થળોએ ઓટલા-છાપરા પર મનપાના બુલડોઝર ફર્યા, સાધુ વાસવાણી રોડ પર 206 ચો.મી. જગ્યામાં દબાણ હટાવાયા

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરવા બાબતે 30 વેપારીઓને કુલ રૂા.11,700નો દંડ

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની 48 રાજમાર્ગો પરની વન વીક, વન રોડ ઝુંબેશ આજે વેસ્ટ ઝોનના વોર્ડ નં.9ના સાધુ વાસવાણી મેઇન રોડ પર પહોંચી હતી. ટીપી શાખાએ આ મેઇન રોડ પરના નક્ષત્ર-5 બિલ્ડીંગ, દવાખાના સહિત કુલ 18 જગ્યા બહારથી છાપરા, જાળી, ચબુતરા સહિતના દબાણો દુર કર્યા હતા. અને કુલ 206 ચો.મી. જગ્યામાં પાર્કિંગ અને માર્જીન ખોલયા હતા. તો ગંદકી, ઝબલાના ઉપયોગ સહિતના કારણોથી 30 વેપારીઓને રૂા. 11,700નો દંડ પણ કરાયો હતો.

ઝીરો લેવલ પાર્કિંગ કરવામાં આવ્યું
સાધુ વાસવાણી મેઈન રોડ ખાતે આજે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, ગેરકાયદેસર દબાણના ડિમોલીશન, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ સ્થળ પર જ ટેક્સ વસુલાત, ગંદકી બદલ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.આજે જે જગ્યાએથી પાર્કિંગમાંથી દબાણો દુર કરાયા તેમાં અજંતા કોમ્પ્લેક્ષ બહારના ચબુતરા, રાધેક્રિષ્ના ચોકમાં નક્ષત્ર-5ના પાર્કિંગમાં રહેલા પોલ, અમરનાથ કોમ્પલેક્ષમાં આવેલા ધર્મેશભાઇ સાપોવડીયાના સંજીવની કલીનીકમાં દબાણો દુર કરી ઝીરો લેવલ પાર્કિંગ કરવામાં આવ્યું હતું.

છાપરાના દબાણો હટાવાયા
આ સિવાય સાગર નિમાવતને ત્યાંથી જાળી, આશુતોષ મોબાઇલ, ઇલોરા કોમ્પ્લેક્ષમાં ક્રિષ્ના ડિલક્ષ પાન, એસ્ટરલેન્ડ બિલ્ડીંગમાં ખુશીરાજ લેડીઝ શુઝ, સનસીટી સામે જય સોમનાથ રેસ્ટોરન્ટ, અમૃત કોમ્પ્લેક્ષમાં સંતોષ ફરસાણ, ચામુંડા ઓટો ગેરેજ, શિવમ કોમ્પ્લેક્ષની ચાર દુકાનો, પટેલ ઓટો ગેરેજ, કિસ્મત મોબાઇલ તથા શિવ પાન, મી. પટેલ ગાંઠીયા પોઇન્ટ, આશિર્વાદ કોમ્પ્લેક્ષમાં બાલાજી ફલોર મીલ, શ્રીનાથજી પ્રોવીઝન, બજરંગ પાન, મેહુલ સોફા પોઇન્ટ, મીર કેમીકલ તથા ગુરૂનાનક પંજાબી ચાઇનીઝ, પ્રયોશા પીયુસી સેન્ટર બહારથી છાપરાના દબાણો હટાવીને ઝીરો લેવલ પાર્કિંગ કરવામાં આવ્યા હતા.

રૂ.11,700નો વહીવટી ચાર્જ વસૂલાયો
આજે સોલીડ વેસ્ટ શાખા દ્વારા સાધુવાસવાણી મેઈન રોડ પર જાહેરમાં કચરો ફેકનાર, ગંદકી કરવા સબબ કુલ 13 આસામીઓ પાસેથી રૂ. 3,200, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ કુલ 17 આસામીઓ પાસેથી રૂ. 8,500નો વહીવટી ચાર્જ, સહિત કુલ 30 આસામીઓ પાસેથી રૂ. 11,700નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...