રાજકોટના સંતકબીર રોડ પર આવેલી ગોકુલનગર આવાસ યોજનામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર ગેલા રબારીએ પોતાના મળતિયાઓને ફ્લેટ અપાવીને ભાડે ચડાવવાનું કૌભાંડ કર્યું છે જેમાં તપાસ કરી રહેલા ડીએમસી આશિષકુમાર છ મહિને પણ એકપણ નામ શોધી નથી શક્યા તેથી ભાસ્કરે ફરીથી ગેરરીતિની તપાસ ચાલુ કરતા બે ફ્લેટમાં ગેરકાયદે ભાડૂઆતો મળી આવતા જપ્ત કરાયા છે. મનપાની ટીમ બુધવારે તપાસમાં ગઈ ત્યારે જી વિંગમાં 206 નંબરમાં તપાસ કરી હતી ત્યારે તાળું હતું.
મોડી રાત્રે એક મહિલાએ તાળું ખોલતા ટીમે તપાસ કરી આધાર માગતાં મહિલા પાસે જ આધાર કાર્ડ હતું અને તેમના નામનો ફ્લેટ છે તેવું કહ્યું હતું. જોકે શંકા જતા શુક્રવારે એ ફ્લેટની ફરી તપાસ કરતા તેમાં અન્ય કોઇ મહિલા મળી આવ્યા હતા અને આકરી પૂછપરછ થતા ભાડે લીધું હોવાનું સ્વીકારતા તે ફ્લેટ પણ મનપાએ જપ્ત કરી લીધો છે. આ ઉપરાંત મનપાની માલિકીના એક ફ્લેટમાં તાળું હતું તે તાળું શુક્રવારે તોડવામાં આવતા તેમાંથી ખાટલો, પાણીના બાટલા, ટીવી સહિતની વસ્તુઓ મળી હતી જે સાબિત કરે છે કે ઉતાવળમાં સામાન ફેરવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.