કામગીરી:મનપા 8 પ્લોટની હરાજી કરશે, કિંમત રૂ.208 કરોડ, નાનામવા ચોક પાસેના પ્લોટના રૂ.118 કરોડ

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની ખાલી થયેલી તિજોરી ભરવા માટે 8 પ્લોટની હરાજી કરવાનું નક્કી કર્યું છે.150 ફૂટ રિંગ રોડ પર નાનામવા ચોક પાસે આવેલો 9438 ચોરસ મીટરની અપસેટ કિંમત પ્રતિ ચો.મી. રૂ.1.25 લાખ એટલે કે આ પ્લોટની અપસેટ કિંમત 118 કરોડ છે. ટીપી નં.9માં અયોધ્યા ચોકમાં સ્પાયર બિલ્ડિંગ સામે, બંધન પાર્ટી પ્લોટ પાછળ આવેલા 4679 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત રૂ.55,000 અને નજીકમાં જ સિનર્જી હોસ્પિટલ પાસે આસ્થા એવન્યૂ રોડ પર આવેલા 3713 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત રૂ.55,000 નક્કી કરાઇ છે.

રૈયારોડ પર સવન સિગ્નેટ એપાર્ટમેન્ટ સામે મનપાના ત્રણ પ્લોટ આવેલા છે. 1906 અને 634 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત રૂ.74,500 નક્કી કરવામાં આવી છે. જ્યારે 680 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત પણ આટલી જ છે. રૈયા ટીપી નં.1માં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે સોમનાથ સોસાયટીમાં 1215 ચો.મી.નો પ્લોટ છે, જ્યાં અપસેટ કિંમત રૂ. 78,700 છે.

રૈયા ટીપી નં.4માં યુનિ. રોડ પરના નટરાજનગરમાં સંકલ્પ-3 એપાર્ટમેન્ટ નજીક આવેલા 668 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત 92,000 નક્કી કરાઇ છે. નાનામવા ચોકના પ્લોટની હરાજી 22 માર્ચ, અયોધ્યા ચોકના બે પ્લોટની હરાજી 23 માર્ચ રૈયા ટીપીના ત્રણ પ્લોટની હરાજી 24 માર્ચ, સોમનાથ સોસાયટી અને નટરાજનગરના પ્લોટની હરાજી 25 માર્ચના રોજ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...