તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઈન ફાઈલ ટ્રેકિંગ સિસ્ટમ:મનપામાં કઇ અરજી ક્યાં અટવાઈ તે ખબર પડી જશે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અરજીઓ ઓનલાઈન રહેશે, નિરાકરણ માટે અધિકારીઓની સમયમર્યાદા બંધાશે

રાજકોટ મહાનગરપાલિકામાં ઓનલાઈન ફાઈલ ટ્રેકિંગ સિસ્ટમનો એક વિચાર બે વર્ષ પહેલા મૂકવામાં આવ્યો હતો જોકે તે અમલી બની શક્યો ન હતો પણ હવે મેયરે ઓનલાઈન ડેશબોર્ડ બનાવવાની જાહેરાત કરતા ફાઈલ ટ્રેકિંગ સિસ્ટમ પણ અમલી બનાવવો પડશે જેથી અધિકારીઓની જવાબદારી નક્કી થઈ જશે.

મેયર પ્રદીપ ડવના જણાવ્યા અનુસાર મનપામાં આવતી તમામ ફરિયાદો- અરજીઓને ઓનલાઈન એન્ટ્રી કરાશે. જે તે વિભાગમાં અરજી જાય એટલે એક સમયમર્યાદા નક્કી કરાશે અને તે સમયમાં જ કાર્યવાહી કરવાની રહેશે. આ ઉપરાંત તે અરજી ક્યાંથી ક્યા જાય છે તે ઓનલાઈન ટ્રેક કરી શકાશે. આ રીતે દરેક અરજીઓ પર પદાધિકારીઓ નજર રાખી શકશે. જો કોઇ અરજદારે વારંવાર અરજી કરી હોય અથવા તો કામ થતું ન હોય અને તે રજૂઆત લઈને પદાધિકારી પાસે આવે તો મેયર ડેશબોર્ડ પરથી તેમની અરજી ક્યા અધિકારી પાસે છે અને કેટલા સમયથી અટવાયેલી છે તે જોઈ અધિકારી પાસેથી જવાબ માગવામાં આવશે. આ ઉપરાંત જેમની પર અરજીઓ પેન્ડિંગ હશે અથવા તો ક્લિયર થઈ હોય તેમને સીધો સંપર્ક કરીને અનુભવ પૂછવામાં આવશે. આ રીતે કામગીરીમાં પારદર્શિતા લાવવા પ્રયાસ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો