રાજકોટ મહાનગરપાલિકાએ વેબસાઈટ, એપ્લિકેશન તેમજ વોટ્સએપ પર અલગ અલગ સેવાઓ શરૂ કરી છે પણ તે ઉપયોગ કરવા માટે મોબાઈલ નંબર ઘણી વખત લિંકઅપ હોય તો સરળતા રહે છે. આ માટે હજુ પણ ઘણા લોકોને મનપાની કચેરીએ આવવું પડે છે તેમજ વેરાને લગતી નાની બાબતો માટે પણ ધક્કો થાય છે તે ઘટાડવા માટે મનપાએ માત્ર વેરા માટે નવી હેલ્પલાઈન જાહેર કરી છે જેમાં ફોન કરવાથી માર્ગદર્શન મળી રહે છે.
મનપાના જણાવ્યા અનુસાર કામકાજના દિવસોમાં કચેરીના સમય દરમિયાન 0281 222 1602, 0281 222 1605, 0281 222 1606 નંબર પર ફોન કરવાથી શહેરીજનોને માહિતી મળી રહેશે. હેલ્પલાઈન વડે એક વખત મિલકતધારક પોતાનો મોબાઇલ નંબર મનપાની સેવાઓમાં લિંક કરશે એટલે બાકીની તમામ સેવાઓ તેને આરએમસી ઓન વોટ્સએપ પર મળી રહેશે અને ભવિષ્યમાં જરૂરી નોટિફિકેશન મળતા રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.