તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Manpa Spends Rs. If 2 Crore Tax Is Collected, The Target Will Be Achieved, A Total Of 161 Crore Will Be Collected, Out Of The Four Newly Merged Villages, Manpa Will Get 10 Crore Tax.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરની વસૂલાત:મનપા રોજ રૂ. 2 કરોડ વેરો વસૂલે તો લક્ષ્યાંક સિદ્ધ થાય, કુલ 161 કરોડની વસૂલાત, નવા ભળેલા ચાર ગામમાંથી મનપાને 10 કરોડના વેરા મળશે

રાજકોટ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.

રાજકોટ મહાનગરપાલિકાને આવકનો મુખ્ય સ્ત્રોત મિલકત વેરાનો છે, પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં લોકડાઉન અને ત્યાર બાદ લોકોને વેપાર ધંધામાં આવેલી મુશ્કેલીના કારણે મિલકત વેરાની આવકમાં ઘટાડો થયો છે. મનપાની તિજોરીમાં અત્યાર સુધીમાં માત્ર 161 કરોડ રૂપિયાની જ આવક થઇ છે. 250 કરોડના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે મનપાએ દૈનિક 2 કરોડ રૂપિયાની વસૂલાત કરવી પડશે, જે હાલના વાતાવરણમાં શક્ય નથી. બીજી તરફ નવા ભળેલા ગામોમાંથી પણ કોઇ મોટી રકમની આવક થાય તેવી સંભાવના નહીંવત છે.

રાજકોટમાં ભળેલા મોટામવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર ગામનો સમાવેશ થયો છે. આ ગામોમાં અંદાજે 20 હજાર જેટલી મિલકતો છે અને ત્યાંથી આઠથી દસ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. જોકે હજુ આ ગામોમાં રહેલી મિલકતોની આકારણી સહિતની કામગીરી ચાલી રહી છે. રાજકોટ મનપાને ચાલુ નાણાકીય વર્ષમાં 161 કરોડ રૂપિયાનીઆવક થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો