દબાણ હટાઓ ઝુંબેશ:રાજકોટમાં સતત બીજે દિવસે નિર્મળા રોડથી ભક્તિનગર સુધીમાં 39 ચાના થડા જપ્ત કરતી મનપા

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે પણ 76 સ્થળોએ ચાના થડા હટાવી દબાણ દૂર કરાયા હતા

રાજકોટ મનપાની વન વીક, વન રોડ ઝુંબેશમાં અનેક રસ્તાઓ પરથી માર્જીન-પાર્કિંગના દબાણો તોડીને વાહનો માટે જગ્યા ખુલ્લી કરાવાઇ છે ત્યારે અનેક રસ્તા પર રીતસર દબાવી દેવાતા ચાના થડા અને ગલ્લા ઉપાડવાનું પણ ચાલુ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ દ્વારા હાલ નિર્મળા રોડથી ભક્તિનગર સુધીમાં 39 ચાના થડા જપ્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગઈકાલે પણ 76 સ્થળોએ ચાના થડા હટાવી દબાણ દૂર કરાયા હતા.

આ સ્થળોએથી થડા જપ્ત કરવામાં આવ્યા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ચાના થળા અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં કિસ્મત ફાસ્ટ ફુડ, જશુભાઈ ક્રીમ ગોલા, યશોદા ફાસ્ટ ફુડ, ક્રિષ્ના ટી સ્ટોલ, જલારામ સ્ટીક & ગોલા સહિત 39 76 સ્થળોએ દબાણ દૂર કરવામાં આવ્યા છે. જેમાં નિર્મળા રોડ, રૈયા રોડ, રૈયા સિમેન્ટ રોડ, ઢેબર રોડ બસ સ્ટેશન સામે, ભક્તિનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

ગેરકાયદે ચાના થડા દૂર થવાથી આ ફાયદાઓ થશે

  • દબાણ હટશે : કોમ્પ્લેક્સ હોય કે દુકાન ત્યાંથી શરૂ કરી છેક રોડ સુધી પતરાં નાખી રોડ પર સગડો અને પાણીની ટાંકી મૂકી બધી પાર્કિંગ અને ફૂટપાથની જગ્યા પર દબાણ થાય છે જે હટતા પાર્કિંગ ખુલ્લું થશે.
  • ગંદકી ઘટશે : વાસણો અને હાથ ધોવા રોડ કાંઠે જ પાણીની ટાંકી મુકાય જેથી ત્યાં જ પાન મસાલાની પિચકારીઓ લાગે છે, થડા દૂર થતા આ ગંદકી ઘટશે.
  • ન્યૂસન્સથી રાહત : રોડ પર આડેધડ વાહન પાર્ક કરીને ચોક્કસ ટોળાં અડ્ડો જમાવે છે જેથી બહેન-દીકરીઓ નીકળી પણ શકતી નથી અને તે ન્યૂસન્સ પોઇન્ટ બની જાય છે, તેમાંથી રાહત મળશે.
  • ટ્રાફિક : પાર્કિંગમાં દબાણ, થડો અને ચા લેવા રોડ પર વાહન પાર્ક થતા ટ્રાફિક સમસ્યા થાય છે. થડા હટતા રોડ ખુલ્લો થશે અને ચાલકોને રાહત થશે.
  • રોજગાર પર અસર : જ્યાં જ્યાં ચાના ગેરકાયદે થડા ચાલે છે તેની આસપાસ પાન-ફાકી સિવાયના તમામ રોજગાર ઠપ થઈ જાય છે, જે હવે ઘટશે.