પડકાર સામે લલકાર:મનપાનો હુમલાખોરોને વળતો જવાબ, રોજ કરતાં 3 ગણા 40 રખડતા ઢોર પકડ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અસામાજિક તત્વોને પડકાર ફેંક્યો હોય તેમ મનપાની ઢોર પકડ પાર્ટી પર હુમલો થયા બાદ દરરોજ કરતા 3 ગણા ઢોર પકડી ડબ્બે પૂર્યા હતા. - Divya Bhaskar
અસામાજિક તત્વોને પડકાર ફેંક્યો હોય તેમ મનપાની ઢોર પકડ પાર્ટી પર હુમલો થયા બાદ દરરોજ કરતા 3 ગણા ઢોર પકડી ડબ્બે પૂર્યા હતા.
  • સ્પ્રે છાંટીને કર્મચારીઓને ડરાવી ઝુંબેશ અટકાવવા થયેલા પ્રયાસમાં વધુ તાકાત સાથે તંત્ર મેદાને
  • પોલીસ રક્ષણની​​​​​​​ સાથે ઢોરપકડ પાર્ટીએ અલગ-અલગ વિસ્તારોમાં કરી કાર્યવાહી

ગુરુવારે વહેલી સવારે રાજકોટ મહાનગરપાલિકાની ઢોરપકડ પાર્ટીની ઉપર મિર્ચી સ્પ્રેથી હુમલો કરી બે અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. અમૂલ સર્કલ પાસે બનેલી આ ઘટનાના ઘેરા પ્રતિઘાત પડ્યા હતા અને ઢોરપકડની કામગીરી અટકાવવા હુમલો થયાનું અધિકારીઓએ જણાવી પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેના બીજા જ દિવસે મનપાએ 40 રખડતા ઢોર પાંજરે પૂર્યા છે જે સામાન્ય દિવસ કરતા 3 ગણા છે.

કર્મચારીઓ પર હુમલો કરીને કામગીરી રોકવા પ્રયાસ કરાયો હતો પણ કર્મચારીઓનુ મનોબળ ન તૂટે તે માટે 30 વધારાના મજૂરો રોકીને ઢોરપકડ પાર્ટીના કર્મચારીઓની કુલ સંખ્યા 100 કરી અલગ-અલગ વિસ્તારોમા તંત્ર તૂટી પડ્યું હતું. સામાન્ય દિવસોમાં રોજના 12થી 15 અને કોઇ કોઇ દિવસ 20 ઢોર પકડાય છે પણ શુક્રવારે 40 પકડીને 3 ગણી કામગીરી બતાવી હુમલાનો જવાબ આપ્યો હતો. આ આંક હજુ સાંજ સુધીનો છે અને આખી રાત કામગીરી ચાલશે તેથી તેના કરતા પણ આંક વધે તેવી શક્યતા છે.

તંત્રના જણાવ્યા અનુસાર ઢોરપકડ પાર્ટીમાં મજૂરોની સંખ્યા વધારવા ઉપરાંત સુરક્ષા જવાનોની સંખ્યા પણ વધારી છે અને શહેર પોલીસે પણ બંદોબસ્ત આપ્યો છે જેથી પથ્થરમારા જેવા બનાવ બને તો તુરંત જ કાર્યવાહી કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...