રાસોત્સવ માટે લીલીઝંડી:મનપાએ મેદાન ભાડે આપવા ટેન્ડર પ્રસિદ્ધ કર્યા

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેસકોર્સના બે ભાગ સહિત 8 જગ્યા નક્કી કરાઈ, ચોરસ મીટર લેખે ભાડું

રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર નવરાત્રીના આયોજન માટે અલગ અલગ 8 પ્લોટ ભાડે આપવા માટે તૈયારી કરાઈ છે જેમાં દરરોજનું ભાડું પ્રતિ ચોરસ મીટર મુજબ લેવાશે. પ્લોટનો કબજો 24-9ના સોંપાશે અને 5-10 સુધીમાં ખાલી કરી દેવાનો રહેશે. આ દિવસોના દૈનિક ભાડા ઉપરાંત 18 ટકા જીએસટી પણ વસૂલાશે.

ભાડા માટે અપસેટ કિંમત રાખી છે જેનાથી વધારે રસ ધરાવનારાઓએ ભાવ ભરવો પડશે. ટેન્ડર હાલ વેબસાઈટ પર મુકાઈ ગયું છે અને 10 ઓગસ્ટ સુધી ટેન્ડર ભરી શકાશે અને તેની સાથે ઈએમડીના 1,00,000 રૂપિયા ભરવાના રહેશે. મનપાએ જે પ્લોટ ભાડે આપવા નક્કી કર્યું છે તેમાં રેસકોર્સ મેદાનમાં બે ભાગમાં પ્લોટ, નાનામવા સર્કલ, સાધુવાસવાણી રોડ સહિતની જગ્યાઓમાં અમુકમાં અપસેટ કિંમત 6 રૂપિયા જ્યારે અમુકમાં 5 રૂપિયા પ્રતિ ચોરસ મીટર ભાવ રખાયો છે.

આટલા પ્લોટ મનપા નવરાત્રી માટે આપશે ભાડે
સ્થળક્ષેત્રફળ (ચો.મી)અપસેટ કિંમત

(પ્રતિ ચો.મી. દૈનિક)

રેસકોર્સ મેદાન ભાગ-એ114306
રેસકોર્સ મેદાન ભાગ-બી114256
નાનામવા સર્કલ94386
સાધુવાસવાણી રોડ53886
પ્રમુખસ્વામી ઓડિ. પાસે30735
અમીન માર્ગ કોર્નર46695
મોરબી રોડ મધુવન પાર્ક63715
મધુવન પાર્ક પાસે મોરબી રોડ51905

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...