ઈન્ફ્રાસ્ટ્રક્ચર:ટ્રાફિક હળવો કરવા મનપા, પોલીસ સંયુક્ત કામ કરશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજસાઇટ પર ટ્રાફિક દૂર કરવા CP અને અમિત અરોરાની ખાસ બેઠક, સર્વિસ રોડ પર ભાર મુકાયો

રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ જગ્યાએ 5 બ્રિજ તેમજ હાઈવે ઓથોરિટી તેમજ માર્ગ અને મકાન બે બ્રિજ એમ એકસાથે કુલ 7 બ્રિજના કામ ચાલી રહ્યા છે. આ કારણે શહેરના મોટાભાગના વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમસ્યા માટે રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં બોલાવાઈ હતી અને તેમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તેમજ નિવૃત્ત અને નિષ્ણાત અધિકારીઓ, આરટીઓના અધિકારીઓ એસ.ટી., નેશનલ હાઈવે, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને હાજર રાખીને ઉકેલ શોધવા માટે ચર્ચા કરાઈ હતી.

ચર્ચા બાદ નક્કી કરાયું છે કે, પોલીસ તેમજ મહાનગરપાલિકાની એક જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનશે જે શહેરમાં બનતા વિવિધ બ્રિજ નિર્માણની આસપાસ ટ્રાફિકને અડચણરૂપ વાહનો તેમજ રેંકડીધારકોને દૂર કરવા ખાસ ડ્રાઈવ કરશે.

ડાયવર્ઝન વિકલ્પ સાથે સર્વિસ રોડને યોગ્ય કરવાની પણ તકેદારી રાખશે. મનપાએ 36 સાઈટ પર નવી પાર્કિંગ પોલિસી સાથે પે એન્ડ પાર્કિંગની સુવિધા શરૂ કરી છે ત્યાં પાર્કિંગ સુગમ બનાવાશે. આ ઉપરાંત રાજકોટ અમદાવાદ સિક્સ લેન રોડ, ગોંડલ રોડ તેમજ માધાપર ચોકડી પાસે નિર્માણ પામી રહેલ ફ્લાય ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન સાથે કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...