• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Manpa Has To Take 45 To 95 Thousand From The Hawkers Selling Flowers On The Sidewalk, First Public Offering Before Allotment Proposal, Now Empty!

ભાસ્કર એક્સક્લુઝિવ:ફૂટપાથ પર ફૂલ વેચતા ફેરિયા પાસેથી મનપાને લેવા છે 45થી 95 હજાર, ફાળવણીની દરખાસ્ત પહેલા લોકાર્પણ, હવે ખાલી!

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાંધકામ તૈયાર થયું ત્યાં સુધી સ્ટેન્ડિંગમાં દરખાસ્ત ન કરી હાલ પડ્યા છે કચરાના ઢગ

રાજકોટના રામનાથપરા સ્મશાન પાસે મનપાએ ફૂલ બજાર બનાવી છે અને એપ્રિલ માસમાં જ મંત્રી જીતુ વાઘાણીએ તેનું લોકાર્પણ કર્યું હતું આ બજાર હજુ ખાલી છે અને હાલ કચરાના ઢગલા પડ્યા છે કારણ કે, મનપાએ હજુ સુધી ફાળવણીની પ્રક્રિયા જ નથી કરી અને ફેરિયાઓ પાસેથી 45થી 95 હજાર લેવા માટે દરખાસ્ત તૈયાર થઈ રહી છે. શેડ બની ગયો અને લોકાર્પણ થઈ ગયું ત્યાં સુધી કોઇને દરખાસ્ત કરવાની પણ સૂઝ ન પડી!

મનપા જ્યારે હોકર ઝોન બનાવે ત્યારે માસિક 500 રૂપિયા ભાડું ફેરિયાઓ પાસેથી લે છે. આ ફૂલ બજારમાં ભાડું તો લેવાશે પણ જો કોઇને થડો જોતો હોય તો થડાની સાઈઝ મુજબ પૈસા પણ દેવા પડશે જેથી તે થડો તેની કાયમી જગ્યા ગણાશે પણ આ થડાની કિંમત 45 હજારથી 95 હજાર સુધીની રાખી છે. ભૂતકાળમાં હુડકોમાં પણ આ મોડેલથી વેજિટેબલ માર્કેટ બનાવી હતી પણ ત્યાં ફાળવણી ન થતા હરાજી કરવી પડી હતી ત્યારબાદ માંડ થડા અપાયા હતા.

આ મોડેલ ફેલ ગયું છતાં મનપાને ફેરિયાઓ પાસેથી પૈસા લેવા છે. આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે શેડ પાછળ 48 લાખનો ખર્ચ થયો છે અને આ તમામ ખર્ચ ફેરિયાઓ પાસેથી વસૂલવા કિંમત નક્કી કરી સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરાઈ રહી છે! સ્વાગતના તાયફાઓમાં લાખો રૂપિયા વેડફી નાખતી મનપાને ગરીબ ફેરિયાઓ પાસેથી આ રકમ વસૂલવી છે.

ગરીબો પાસે આટલી રકમ ન હોય: લુણાગરિયા
ફૂલના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા એસ્ટેટ સમિતિના ચેરમેન અને વોર્ડ નં. 5ના કોર્પોરેટર દિલીપ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, ‘ફૂટપાથ પર જે લોકો ફૂલ વેચે છે તે અત્યંત ગરીબ હોય છે અમુક તો દરરોજ 100 કિ.મી. અંતર કાપી ફૂલ વેચવા આવે છે તેમની પાસેથી થડાની કિંમત ક્યાંથી હોય?

ગરીબો પાસે આટલી રકમ ન હોય એટલે હજુ પણ ફેરિયાઓ ફૂટપાથ પર જ છે અને જો ફૂટપાથ પર જ રહેશે તો ફૂલ બજારની અંદર જે લોકોએ થડા લીધા હશે તો તેમને ઘરાકી નહિ મળે. કારણ કે, લોકો રોડ પર વાહન ઊભું રાખીને જ ફૂલ લેવા ટેવાયેલા છે તેઓ અંદર સુધી નહિ જાય.’

અન્ય સમાચારો પણ છે...