તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજકોટ:ડી-માર્ટમાં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો, આરોગ્ય વિભાગે મોલમાં તપાસ શરૂ કરી

4 મહિનો પહેલા
  • ડી માર્ટ મોલમાં વહેંચાતી બ્રેડમાં ફુગ જોવા મળી

કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટમાં વાસી અને ફૂગવાળી બ્રેડનું વેચાણ થતું હોવાનું મનપાના કોલ સેન્ટરમાં ફરિયાદ મળતા તુરંત ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો ડી માર્ટ ખાતે તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ કરતા એક્સપાયરી તારીખ પૂરી થતી હોય તેવી બ્રેડમાં ચેકિંગ કરતા ફૂગ જોવા મળી હતી. જેના પગલે ફુડ ઇન્સ્પેક્ટરે 10 કિલો કબી બી બ્રેડના જથ્થાનો નાશ કર્યો હતો અને મોલ સંચાલકને નોટિસ આપી હતી.

ફુડ ઇન્સ્પેક્ટરે 10 કિલો બ્રેડના જથ્થાનો નાશ કર્યો
મનપાને કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટમાં ખરીદી કરવા ગયેલા ગ્રાહકે ફોન કરી મોલમાં વાસી અને ફુગવાળી બ્રેડનુ વેચાણ થતુ હોવાની માહિતી આપી હતી. જેના પગલે ફુડ વિભાગની ટીમ તપાસ માટે પહોચી હતી. ડી માર્ટમાં અમદાવાદની કબી-બી કંપનીની બ્રેડના પેકેટ ચેક કરતા બ્રેડમાં ફુગ જોવા મળી હતી, અમુક પેકેટની એક્સપાઇયર તારીખ વીતી ગઇ હતી. જેથી ફુડ ઇન્સ્પેક્ટરે 10 કિલો બ્રેડના જથ્થાનો નાશ કર્યો હતો અને ડી માર્ટને આ પ્રકારનો માલ વેચાણ કરવા બદલ નોટિસ આપી હતી.

ગ્રાહકોએ આ બાબતોનું ધ્યાન રાખવું
કોઇ એવી વસ્તુઓની ખરીદી કરવા જવાનુ થાય કે તે વસ્તુની લાઇફ શોર્ટ છે ત્યારે ખરીદી સમયે એક્સપાઇયરી તારીખ ચેક કરવી અને છેલ્લો દિવસ જો એક્સપાયરીનો હોય તો તે ખરીદી કરવાનુ ટાળવુ જોઇએ. બ્રેડ અને દુધમાં શોટ સેલ્સ લાઇફ હોય છે તેથી તેની ખરીદીમાં ધ્યાન રાખવું જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો