તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:માનીતાઓમાં ગાઈડલાઈનનું પાલન નહીં, ભાજપથી છેડો ફાડ્યો

રાજકોટ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા મહામંત્રીના સગા, તાલુકા મહામંત્રીને ટિકિટ
 • કોંગ્રેસમાં ભળતા ડાંગરના પુત્રને ટિકિટ મળી ગઇ

રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતમાં ટિકિટની ફાળવણીને લઈને ભાજપે કેટલાક માનીતા ચહેરાઓમાં નિયમ કે ગાઈડલાઈનનું અનુસરણ ન કરતા કાર્યકરોમાં રોષ ફેલાયો છે. રાજકોટ જિલ્લા મહામંત્રી નાગદાન ચાવડાના ભત્રીજા વહુને ટિકિટ આપીને પરિવારવાદ છેડ્યો હતો, જ્યારે પડધરી તાલુકા મહામંત્રી મનોજ પેઢડિયાને ટિકિટ આપીને એક હોદ્દો એક વ્યક્તિના નિયમને પણ સાઈડલાઈન કરાયો છે. આ વિવાદ વચ્ચે ભાજપમાંથી ચૂંટાયેલા પૂર્વ સભ્યએ છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે.

લોધિકાના હરિપર(પાળ)ના ભીખુભાઈ ડાંગર જણાવે છે કે, તેઓ 25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. છેલ્લા બે ટર્મથી તેમના પત્ની ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે સીટ સામાન્ય થતા ટિકિટ માંગતા નવા નિયમ હેઠળ ભાજપે તેની ટિકિટ કાપી નાખી હતી. તો બીજી તરફ ભાજપે રાજકોટ જિલ્લા મહામંત્રીના પરિવારને ટિકિટની લહાણી કરી દીધી હતી. દરેક જગ્યાને નિયમ પાલન ન થતા ભાજપ સાથે છેડો ફાડી દીધો હતો અને કોંગ્રેસમાં જોડાયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો