રાજવિવાદ:મંદિરના નામે માંધાતાસિંહે વિશ્વાસઘાત કર્યો, બહેનની કોર્ટ સમક્ષ ઘા, આજે પહેલી સુનાવણી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંધાતાસિંહની ફાઇલ તસવીર. - Divya Bhaskar
માંધાતાસિંહની ફાઇલ તસવીર.
  • બે ગામની જમીનનો વિવાદ હવે તમામ મિલકત સુધી પહોંચ્યો, છેતરપિંડીના આક્ષેપો
  • આશાપુરા મંદિરની સારસંભાળ માટે તે પૂરતી નોંધ પાડવાનું કહી બધી મિલકતની ડીડ કરાવી લીધી : અંબાલિકા દેવી

રાજકોટના રાજપરિવારમાં વારસાઈ મિલકતને લઈને રેવન્યૂ કોર્ટમાં તકરારી દાખલ થઈ છે જે ફક્ત માધાપર અને સરધારની જમીન પૂરતી રહી હતી પણ હવે રાજપરિવાર પાસે જે તમામ સંપત્તિમાં વિવાદ ઊભો થયો છે. અંબાલિકા દેવી કે જેમણે માધાપરની 575 એકર જમીન અને સરધારની 2 હેક્ટર જેટલી જમીનમાં વારસાઈ નોંધ સામે તકરારી કરી છે તેમણે છેતરપિંડીના આક્ષેપ સાથે દીવાની કોર્ટમાં માંધાતાસિંહ તેમના માતા અને અન્ય બે બહેનો સહિત ચાર સામે દાવો માંડ્યો છે જેની ગુરુવારે પ્રથમ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અંબાલિકા દેવીએ દાવામાં જણાવ્યું છે કે, તેઓ જૂન 2019માં માતાને મળવા માટે રાજકોટ આવ્યા હતા. આ સમયે માંધાતાસિંહે કહ્યું હતું કે, પેલેસ રોડ પર જે આશાપુરા મંદિર છે તે જગ્યા વડીલોપાર્જિત છે અને તેઓ સારસંભાળ કરે છે. મંદિર સિટી સરવે નં. 1109, વોર્ડ નં. 5માં છે અને 1396 ચોરસ મીટર જગ્યા છે. મંદિરની સારસંભાળમાં ભવિષ્યમાં સહમાલિક તરીકે સહીની જરૂર ન પડે અને કાયદાકીય અડચણ ઊભી ન થાય તેવું સમજાવીને મંદિરની જગ્યા માટે રિલીઝ ડીડ કરાવા કહ્યું હતું આ માટે 1.5 કરોડ રૂપિયા આપ્યા હતા જેમાંથી 10 લાખ આરટીજીસીએ જ્યારે 1.40 કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ પેલેસ રોડ સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકનો આપ્યો હતો. વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સો જાળવી રાખશે અને પાંચમા ભાગે આવતી મિલકતો નામે કરાવી આપશે તેવું વચન આપીને રિલીઝ ડીડ અને બે પાવર ઓફ એટર્ની કરાવી હતી.

થોડા સમય બાદ જ્યારે 135 ડીની નોટિસ શરૂ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે મંદિરની રિલીઝ ડીડના બહાને બધી મિલકતો ગેર રજૂઆતથી લખાવી લીધી છે અને તેથી આ ડીડ ‘નલ એન્ડ વોઈડ’ છે. તેઓએ એ પણ જણાવ્યું હતું કે, અંધારામાં રાખીને એક ભાઈ-બહેનના સંબંધ ઉપર વિશ્વાસઘાત કરી બહેન પાસેથી ખોટી રીતે સંમતિ મેળવી લીધી છે જે બંધનકર્તા નથી. આ દાવા અંગેની પહેલી સુનાવણી સ્પે. સિવિલ કોર્ટમાં 22મીએ રાખવામાં આવી છે.

માગેલી મુખ્ય દાદ

  • વડીલોપાર્જિત મિલકતમાં પાંચમો હિસ્સો છે તે ઠરાવી ખાલી કબજો સોંપાય
  • 6-6-2019નું રિલીઝ ડીડ છળકપટથી કરેલું હોવાથી નલ એન્ડ વોઈડ ડિક્લેર થાય
  • વડીલોપાર્જિત મિલકતોના વેચાણ કે ટ્રાન્સફર કે પછી બીજી કોઇ વ્યવસ્થા ન કરે તે માટે મનાઈ હુકમ ફરમાવવા અરજ
અન્ય સમાચારો પણ છે...