વિવાદ:ભાજપના કાર્યક્રમમાં લો કોલેજના વિદ્યાર્થીને ફરજિયાત આવવા ફરમાન!

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાંધી લો કોલેજના વિદ્યાર્થીના ગ્રુપમાં કરાયેલા મેસેજ. - Divya Bhaskar
પાંધી લો કોલેજના વિદ્યાર્થીના ગ્રુપમાં કરાયેલા મેસેજ.
  • લીગલ સેલના એડવોકેટ સંમેલનમાં વિદ્યાર્થીઓને બોલાવાતા વિવાદ: યુનિવર્સિટીના રજિસ્ટ્રારને ફરિયાદ

ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ દ્વારા આયોજિત શનિવારના સૌરાષ્ટ્ર-કચ્છ વકીલ મહાસંમેલનમાં લો કોલેજના વિદ્યાર્થીઓને ફરજિયાત હાજર રહેવાનું ફરમાન કરવામાં આવતા વિવાદ થયો છે અને આ મુદ્દે વિદ્યાર્થીઓએ છાત્ર યુવા સંઘર્ષ સમિતિને ફરિયાદ કરતા વિદ્યાર્થી સંગઠન દ્વારા શુક્રવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી હતી.

જોકે યુનિવર્સિટીમાં કુલપતિ અને રજિસ્ટ્રાર બંને ગેરહાજર હોવાથી પરીક્ષા નિયામકે આ આવેદન સ્વીકાર્યું હતું. વિદ્યાર્થી સંગઠને રજિસ્ટ્રારને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તારીખ 9 જુલાઈને શનિવારે ભાજપ લીગલ સેલ દ્વારા સંમેલન યોજાવાનું હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગતની કાયદા વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને કેટલીક કોલેજો દ્વારા ફરજિયાત સંમેલનમાં આવવા ફરમાન કરાયું છે જે ખરેખર યોગ્ય છે.

આ કાર્યક્રમ કાયદાને લગતો છે પરંતુ ભાજપ પ્રેરિત હોય ત્યારે કોઈ કોલેજ વિદ્યાર્થીઓને ફરજિયાત બોલાવી શકે નહીં. શું યુનિવર્સિટી દ્વારા આવું કહેવામાં આવ્યું છે, કે આવો કોઈ નિયમ છે કે વિદ્યાર્થીઓને સત્તાપક્ષના કાર્યક્રમમાં ફરજિયાત જવું, જો ન હોય તો આવી કોલેજ સામે યુનિવર્સિટીએ તપાસ કરવી જોઈએ. એ.કે પાંધી લો કોલેજના ગ્રૂપમાં પણ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં ફરજિયાત આવવાના મેસેજ કરાયા છે. યુનિવર્સિટી આ મુદ્દે તપાસ કરે અને કોલેજ પાસે જવાબ માગે તેવી માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...