આપઘાત:ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોકમાં ગત રાત્રે દુકાનમાં યુવાને આત્મહત્યા કરી, પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી

રાજકોટ2 મહિનો પહેલા
મૃતક યુવાન વૈભવ ગરાળાની ફાઇલ ત
  • યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગત રાત્રે યુવાને અગમ્ય કારણોસર બસ સ્ટેન્ડ ચોકમાં આવેલી દુકાનની અંદર આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા 108 અને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘટનાની જાણ થતા 108 દોડી આવી હતી
ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકમાં આવેલી દુકાનમાં યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં આત્મહત્યા કરનાર યુવાનનું નામ વૈભવ ગરાળા હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં તુરંત 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી યુવકને તપાસી મૃત જાહેર કરતા પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો.
યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો.

પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી
પોલીસે યુવકના મૃતદેહને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યા અંગે ફરિયાદ નોંધી યુવકની આત્મહત્યા પાછળ ચોક્કસ કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં 4 દિવસ પહેલા યુવાને આપઘાત કર્યો હતો
રાજકોટના રામનાથપરા-15માં રહેતા ભૌતિક મહેશભાઇ ઉભડિયા નામના યુવાને 4 દિવસ પહેલા તેના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પૂર્વે મૃતક યુવાને લખેલી સ્યૂસાઇડ નોટમાં પૂર્વ પત્ની, તેના પરિવારજનો, વકીલ, પોલીસ સહિત 10 લોકોની ધમકીથી પગલું ભરી રહ્યાંનો ઉલ્લેખ કરતા પોલીસે મૃતકના પિતા મહેશભાઇ ભગવાનજીભાઇ ઉભડિયાની ફરિયાદ પરથી આપઘાત માટે મજબૂર કરનાર 10થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે.